તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીનાં ઝીંકિયાળીનાં કાકા-ભત્રીજો યુવતી સાથે 'કામ'માં રત હતા અને નકલી પોલીસ પહોંચી ગઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • યુવતી સહિત 4 અજાણ્યા શખ્સ સામે ફરિયાદ
  • ત્રણેય યુવાનોનાં બીભત્સ વીડિયો ઉતારી રૂપિયા 1.5 લાખ માગ્યા
મોરબી:ઝીંકિયાળી ગામમાં રહેતા અને ખેતીકામ કરતા રંગીન મિજાજી કાકા ભત્રીજા અને તેના એક મિત્રએ બે દિવસ પહેલા એક યુવતી સાથે ગામની વાડીમાં શરીર સુખ માણ્યું હતું. આ દરિયાન એક કારમાં ત્રણ શખ્સ આવી પહોંચ્યાં હતા અને પોતે પોલીસ હોવાનું જણાવી ત્રણેયેનાં મોબાઈલ અને રૂપિયા 4000 પડાવી લીધા હતા અને આ લોકોને લાકડીથી માર પણ માર્યો હતો. તેમજ તમામનાં પરાણે કપડાં કઢાવી મોબાઇલમાં વીડિયો ઉતારી લીધો હતો. બાદમાં આ વીડિયો વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી.

1) પહેલાં 3 લાખ માગ્યા બાદમાં દોઢ લાખમાં સમાધાન થયું

જો વીડિયો વાયરલ ન કરવો હોય તો રૂપિયા 3 લાખ રૂપિયા આપવા પડશે. જોકે બાદમાં દોઢ લાખ આપવાનું નક્કી થયું હતું. જે પૈકી એક લાખ તરત આપવાં જણાવ્યું હતું. જોકે યુવાનોએ પોતાની પાસે રૂપિયા ન હોવાનું કહેતા બીજા દિવસે સવારે રૂપિયા 1  લાખ આપી દેવા તેમજ બાકીના પછી પહોંચાડી દેજે તેમ કહી ફોન પર ધમકી  આપતા યુવાને પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી. આરોપીઓ પૈકી એક એલઆરડી જવાન હોવાની પણ ચર્ચા જાગી છે જોકે હજુ આરોપીઓની ઓળખ થઈ નથી.પોલીસે ફરિયાદ આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો