તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ, મોરબી અને પોરબંદર જિલ્લા માટે 350 બસ ફાળવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 50 હજાર મુસાફરોને અસર થશે
રાજકોટ: આગામી 6 જાન્યુઆરીએ યોજાનાર લોક રક્ષક દળની પરીક્ષાને ધ્યાને  લઈ વિદ્યાર્થીઓને આવવા અને જવા માટે નિ:શુલ્ક એસ.ટી બસ સેવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનમાં કુલ 520 બસો છે. જેમાંથી  રાજકોટ, મોરબી અને પોરબંદર જિલ્લા માટે કુલ 350 જેટલી બસની ફાળવણી કરવામાં આવી છે. 

1) 2400 વિદ્યાર્થીઓએ ફ્રિ ટિકિટનો લાભ લીધો

આ સિવાય અન્ય જિલ્લાઓમાંથી રાજકોટમાં પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને નજીકના તાલુકા સુધી પહોંચાડવા માટે પણ બસ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે કુલ 2400 જેટલા વિદ્યાર્થીઓએ ફ્રિ ટિકિટનો લાભ લીધો છે. અંતિમ દિવસ સુધીમાં 24000 લોકો ટિકિટ બૂક કરાવે તેવો અંદાજ એસટી નિગમ દ્વારા લગાવવામાં આવ્યો છે.  મહત્વનું છે કે 520 બસ પૈકી 350 બસ પરીક્ષા માટે ફાળવવામા આવતા 50 હજાર જેટલા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે.