પાકવીમો ન મળતા પડધરીમાં 1 હજારથી વધુ ખેડૂતો વિફર્યા, પોલીસ સાથે ઝપાઝપી, પથ્થરોના ઘા થયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોની ટીંગાટોળી કરી અટકાયત કરી - Divya Bhaskar
ખેડૂતોની ટીંગાટોળી કરી અટકાયત કરી
  • પોલીસ સાથે ઝપાઝપી થતા પોલીસે ખેડૂતોની અટકાયત કરી
  • રાજકીય પક્ષોએ ગામડાઓમાં પ્રવેશવું નહીંની ચિમકી ઉચ્ચારી
રાજકોટ: રાજકોટના પડધરીમાં મામલતદાર કચેરીએ પાકવીમો ન મળતા 1 હજારથી વધુ ખેડૂતો એકત્ર થયા હતા. ખેડૂતોએ બેનરો સાથે સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ પાકવીમા અંગે યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. તેમજ કોઇ પણ પક્ષના નેતાઓએ પડધરી તાલુકાના ગામડાઓમાં મત માગવા કે પ્રચાર કરવા પ્રવેશવું નહીંની પણ ચિમકી ઉચ્ચારી હતી. ખેડૂતો વિફરતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપી થઇ હતી. તેમજ પથ્થરોના ઘા થયાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ અનેક ખેડૂતોની અટકાયત કરી છે.