તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 90 Tourists From 12 Countries, Including Switzerland, Germany, USA And UK, Raised Flags, Played Ras garba

સ્વિત્ઝર્લેન્ડ, જર્મની, USA અને યુકે સહિત 12 દેશના 90 પ્રવાસીએ ખોડલધામે ધ્વજા ચઢાવી, રાસ-ગરબા રમ્યા

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિદેશીઓ રાસ-ગરબા રમ્યાં
  • 12 દેશના પ્રતિનિધિએ મા ખોડલના દર્શન અને ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી

રાજકોટઃ ખોડલધામ મંદિર હવે દેશ-વિદેશમાં જાણીતું બની ગયું છે. દૂર દૂરથી ભક્તો મા ખોડલના દર્શનાર્થે આવતા હોય છે ત્યારે 17 ડિસેમ્બરે સ્વિત્ઝર્લેન્ડ, જર્મની, USA, વર્જિનિયા, મલેશિયા, યુકે સહિત 12 દેશના આશરે 90 જેટલા વિદેશી ભક્તો મા ખોડલના દર્શન માટે ખોડલધામ આવી પહોંચ્યા હતા. શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન સાથે જોડાયેલા વિદેશના 90 જેટલા લોકો એક દિવસીય ખોડલધામની મુલાકાતે આવ્યા હતા. તમામ લોકો મા ખોડલના દર્શનની સાથે સાથે ધ્વજારોહણ વિધિમાં પણ સામેલ થયા હતા અને મંદિરની કલાકૃતિ અને ટ્રસ્ટની પ્રવૃત્તિ નિહાળીને ખૂબ જ પ્રભાવિત થયા હતા. તમામ વિદેશી ભક્તો ખોડલધામ મંદિર પરિસરમાં રાસ-ગરબે પણ રમ્યા હતા. ત્યારબાદ અન્નપૂર્ણાલયમાં મહાપ્રસાદ લીધો હતો. વિદેશીઓએ મંદિર પરિસરમાં ચાલતી પ્રવૃત્તિને નિહાળી હતી. 

90 જેટલા લોકો 8 દિવસ ભારતના પ્રવાસે 
સ્વિત્ઝર્લેન્ડ, જર્મની, નેપાળ, યુએસએ, સિંગાપોર, દોહા-કતાર, કેનેડા, દુબઈ, વર્જિનિયા, મલેશિયા, યુકે સહિતના 12 દેશના 90 જેટલા લોકો હાલ 8 દિવસના ભારતના પ્રવાસે છે. ત્યારે તેઓ 17 ડિસેમ્બરના રોજ ખોડલધામ મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા. તમામ લોકોએ મા ખોડલના દર્શન કર્યા હતા. સાથે જ મંદિર પરિસરમાં ધ્વજારોહણ કાર્યક્રમમાં પણ જોડાયા હતા. વિદેશથી ખાસ પધારેલા ભક્તોએ ખોડલધામ મંદિરની મુલાકાત બાદ ખોડલધામ ટ્રસ્ટનો આભાર માન્યો હતો.ગત ઓગસ્ટ મહિનામાં શિવકૃપાનંદ સ્વામી ખોડલધામની મુલાકાતે પધાર્યા હતા અને તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા ત્યારે તેઓએ તેમના ફાઉન્ડેશન સાથે સંકળાયેલા વિદેશી પ્રતિનિધિઓને ખોડલધામ મંદિરની મુલાકાત લેવા માટે પ્રેરણા આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો