તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

B.com સેમેસ્ટર-3ના બિઝનેસ કોમ્યુનિકેશનના પેપરમાં 9 વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં ગાળો, ફિલ્મની સ્ટોરી લખી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇલ તસવીર - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇલ તસવીર

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગત એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટીની બેઠકમાં ગોંડલની એમ.બી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના માસ કોપીકેસ અને ડમીકાંડનું હિયરિંગ કરાયા બાદ આગામી ઇડીએસીની બેઠકમાં મોરબીની સર્વોપરી કોલેજ અને ગોંડલની મહિલા કોલેજના બી.કોમ. સેમેસ્ટર-3ની પરીક્ષામાં પેપર સેટરે કરેલા 38 માસ કોપીકેસનું હિયરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત 9 પેપરમાં વિદ્યાર્થીએ અપશબ્દો, ફિલ્મની સ્ટોરી, પ્રશ્નપત્ર રિપીટ લખ્યા હોય તેમના પણ કોપીકેસ કરવા પેપર ચેકરે રિપોર્ટ કર્યો છે.

25 ઉત્તરવહીમાં એકસરખું લખાણ
લીગલ વિભાગના આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર ડો.મનીષ ધામેચાએ જણાવ્યું હતું કે, મોરબીના સાર્દુળકા ખાતે આવેલી સર્વોપરી કોલેજમાં બી.કોમ. સેમેસ્ટર-3માં કોર્પોરેટર એકાઉન્ટન્સીના પેપરની ચકાસણીમાં 25 ઉત્તરવહીમાં એકસરખું લખાણ જોવા મળતા પેપર ચેકરે કોપીકેસનો રિપોર્ટ કર્યો હતો. તેવી જ રીતે ગોંડલની મહિલા કોલેજમાં લેવાયેલી બી.કોમ. સેમેસ્ટર-3ના બિઝનેસ કોમ્યુનિકેશનના 13 પેપરમાં એકસરખું લખાણ જોવા મળતા કોપીકેસનો રિપોર્ટ પેપર ચેકરે આપ્યો છે. આ ઉપરાંત અન્ય 9 જેટલા વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં પિક્ચરનું લખાણ, પિક્ચરની સ્ટોરી, પ્રશ્નપત્ર અને અપશબ્દો લખ્યા હોય વિષય બહારનું લખાણ કરવા બદલ કોપીકેસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચેકિંગ સ્ક્વોડે પરીક્ષા દરમિયાન અલગ-અલગ કોલેજમાં ફરીને 40થી 45 કોપીકેસ કર્યા હોય તેનું હિયરિંગ આગામી ઇડીએસીમાં કરાશે.

કિસ પ્રકરણમાં ફોરેન્સિક સાયન્સ લેબની તપાસ
કિસ પ્રકરણમાં પીડિતા અને એસોસિએટ પ્રોફેસર વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપની તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબને રિપોર્ટ કરવામાં આવ્યો છે ત્યારે આગામી 23મીએ ફોરેન્સિક સાયન્સ લેબ દ્વારા એસોસિએટ પ્રોફેસર અને પીડિતાના વોઇસ સેમ્પલ લેવાશે તેમ જાણવા મળે છે. લીગલ વિભાગના આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ડો.મનીષ ધામેચાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનમાં પીએચ.ડી.નો કોર્સ વર્ક કરતી વિદ્યાર્થિનીને એસોસિએટ પ્રોફેસર રાકેશ જોશીએ પજવણી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ નિવૃત્ત જ્જને તપાસ સોંપવામાં આવી હતી. દરમિયાનમાં આ પ્રકરણમાં એસોસિએટ પ્રોફેસર રાકેશ જોશી અને પીડિતાની ઓડિયો ક્લિપ પણ પુરાવારૂપે રજૂ કરવામાં આવી હોય તેની ચકાસણી માટે ફોરેન્સિક સાયન્સ લેબને તપાસ સોંપવામાં આવી હતી. ફોરેન્સિક સાયન્સ લેબે પુરાવાની ચકાસણી માટે એસોસિએટ પ્રોફેસર ડો.રાકેશ જોશી અને પીડિતાના વોઇસ સેમ્પલ લેવા માટે 23મીએ હાજર રાખવા તાકીદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો