રાજકોટ / વીરપુર (જલારામ)માં વાયુ વાવાઝોડાને લઈને 50 થી 60 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું

50 to 60 people were evacuated due to air storm in Virpur Jalaramdham

Divyabhaskar.com

Jun 12, 2019, 09:14 PM IST

રાજકોટ : સમગ્ર સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડાને લઈને સરકારી તંત્રએ સાવચેતીના પગલાં રૂપે કામગીરી જોરશોરથી ચાલુ કરી દીધી છે ત્યારે વીરપુર(જલારામ)માં પણ વાયુ વાવાઝોડા સામે સાવચેતીના પગલારૂપે સરકારી તંત્ર દ્વારા વીરપુરના નીચાણવાળા વિસ્તારોમાં તેમજ કાચા મકાનોમાં રહેતા લોકોને સ્થળાંતર કરી વીરપુર કુમારશાળાએ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

જેમાં વીરપુર ગ્રામપંચાયતના તલાટીકમ મંત્રી જયદીપ ગોંધીયા તેમજ વીરપુર કુમારશાળાના પ્રિન્સિપાલ મનોજ ડોડીયા તથા નારણભાઇ કાતરોલીયા સાહેબે બાઈક લઈને વીરપુરના ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને વાયુ વાવાઝોડામાં સાવચેતીના પગલાં કઈ રીતે લેવા તેના વિશે માહિતગાર કરીને 50 થી 60 લોકોને સ્થળાંતર સ્થળે ખસેડી તેમના રહેવા જમવાની વ્યવસ્થા કુમારશાળા ખાતે કરવામાં આવી હતી.

X
50 to 60 people were evacuated due to air storm in Virpur Jalaramdham
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી