રાજકોટ / 45 વર્ષનો યુવાન બ્લડપ્રેશરને કારણે બ્રેઈન ડેડ , અંગદાન કરી અન્યને નવજીવન આપશે

45-year-old Brain Dead due to blood pressure

  • ઉપલેટાના હેમલ કાલાવડિયાની કિડની, આંખો અને લીવરને પ્રોક્યોર કરવા મોડી રાત્રે ટીમ આવી

Divyabhaskar.com

Nov 13, 2019, 03:33 AM IST
રાજકોટ: ઉપલેટામાં પટેલ યુવાનને બ્લડપ્રેશરને કારણે હેમરેજ થતા ઓપરેશન કરાયું હતું. ઓપરેશન બાદ ફરી હેમરેજ થતા સ્થિતિ બગડી હતી અને અંતે તેઓ બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા. તબીબો તેમજ અગ્રણીઓએ સમજાવતા અંગદાન કરવાનો પરિવારે નિર્ણય કર્યો છે.
ઉપલેટામાં પ્રિન્ટિંગનું કામ કરતા હેમલ કાલાવડિયા(ઉ.વ. 45)ને છેલ્લા 10 વર્ષથી બ્લડપ્રેશરની તકલીફ હતી જેથી દવાઓ લેતા હતા. ગત 5મીએ બ્લડપ્રેશરને કારણે તેમને પક્ષાઘાતનો હુમલો આવ્યો હતો. જેથી ધોરાજી દાખલ કરાયા હતા. ધોરાજીમાં ફરી બ્લડપ્રેશર વધતા હેમરેજ થયું હતું જેથી તેમને રાજકોટ ખસેડાયા હતા. વોકહાર્ટ હોસ્પિટલમાં સર્જરી બાદ તેમની તબિયત સુધારા પર હતી ત્યાં ફરી બીજી જગ્યાએ હેમરેજ થઈ ગયું હતું. જેને કારણે બ્રેઈન ડેડ થયા હતા.
મંગળવારે બપોરે 2 વાગ્યે તેમજ સાંજે 8 વાગ્યે એમ બે વખત ડો.કાંત જોગાણી, ડો.જીગર પારેખ અને ડો. ચિરાગ માત્રાવડિયાએ તપાસી બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. જેથી ડો. જોગાણી તેમજ ડો. દિવ્યેશ વિરોજાએ તેમના પરિવારને અંગદાન કરવા સલાહ આપી હતી, તેમજ અંગદાન માટે જાગૃતિ ફેલાવતા ભાવનાબેન મંડલી સહિતનાઓએ પણ કાઉન્સેલિંગ કરતા બ્રેઈન ડેડ યુવાનના કાકા અજયભાઈ, પત્ની હર્ષાબેન તેમજ મોટો પુત્ર રોહિત અંગદાન માટે તૈયાર થયા હતા. અમદાવાદ આઈકેડીઆરએસમાં જાણ કરતા રાત્રે ટીમ રવાના થઇ હતી અને બે કિડની, બે આંખો અને એક લીવરનું પ્રોક્યોરમેન્ટ કર્યું હતું.
અજયભાઈના જણાવ્યા અનુસાર હેમલભાઈના પરિવારમાં પત્ની હર્ષાબેન, 21 વર્ષનો પુત્ર રોહિત અને 15 વર્ષનો પુત્ર પ્રતિક છે. બંને પુત્રો અભ્યાસ કરે છે. જ્યારે હેમલના નાના ભાઈ સુરત રહે છે જેથી પરિવારે પોતાનો આધારસ્તંભ ગુમાવ્યો છે. બીજા જરૂરિયાતમંદને નવજીવન આપવાની ભાવના સાથે હેમલને કૃતજ્ઞતાની ભાવના સાથે યાદ રખાય તે માટે અંગદાન કરવાનો નિર્ણય લીધો છે.
X
45-year-old Brain Dead due to blood pressure

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી