એઇમ્સ દિલ્હીની ટેકનીકલ ટીમે પાણીવાળી નડતરૂપ જમીન અંગે વાંધો ઉઠાવતા 40 એકર જમીન ફેરવાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લાના કલેક્ટર રેમ્યા મોહન (ફાઇલ તસવીર) - Divya Bhaskar
રાજકોટ જિલ્લાના કલેક્ટર રેમ્યા મોહન (ફાઇલ તસવીર)
  • ખંઢેરી-પરાપીપળીયા બન્નેની માપણી, સ્થળ નિરીક્ષણ કરાયું

રાજકોટ: રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એઈમ્સમાં પાણી નડતરરૂપ બનતા હાલની જમીન ઢાળવાળી હોય અને ભવિષ્યમાં પાણી ભરાવાની શક્યતા હોવાનું એઈમ્સની દિલ્હીની ટેકનીકલ ટીમે જણાવતા અને વાંધો કાઢતા એઈમ્સ માટે હવે નવી 39થી 40 એકર જમીન ફેરવવામાં આવી છે.

રાજકોટ રૂરલ પ્રાંતની ટીમ દ્વારા સ્થળ વીઝીટ કરાઇ
પરાપીપળીયાની જે જમીન પસંદ કરાઈ હતી. તેના બદલે તેની બાજુમાં જ નવી 40 એકર જમીન પસંદ કરાઈ છે અને તે માટે રાજકોટ રૂરલ પ્રાંતની ટીમ દ્વારા સ્થળ વીઝીટ પણ કરાઈ હતી. હવે પરાપીપળીયા અને ખંઢેરી બન્નેની આ જમીનની માપણી, સર્વે નંબર ફાઈનલ કરાશે અને ગાંધીનગર રીપોર્ટ મોકલાશે. કલેક્ટરે સંકેત આપ્યો હતો કે ફેબ્રુઆરીમાં એઈમ્સનું હાલ ખાતમુહૂર્ત શક્ય નથી, પરંતુ માર્ચમાં વડાપ્રધાન ખાતમુહૂર્ત કરી શકે છે. આ અંગે ગાંધીનગર લેવલથી વાતચીત થઈ શકે છે. એઈમ્સ માટે નવી 40 એકર જમીન લઈ લીધા બાદ કમ્પાઉન્ડ વોલ, વીજતંત્ર, રૂડા દ્વારા કાર્યવાહી થશે.