તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 392 Asha Sisters, 17244 Nursing malaria Staff Surveyed At Home, 470 Fever Cases Found

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

392 આશા બહેનો, નર્સિંગ-મલેરિયા સ્ટાફનો 17244 ઘરમાં સરવે, 470 તાવના કેસ મળ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મચ્છરની તપાસ કરતા અધિકારી - ફાઇલ તસવીર - Divya Bhaskar
મચ્છરની તપાસ કરતા અધિકારી - ફાઇલ તસવીર
  • સંવેદનશીલ વોર્ડ નં.3, 4 અને 10માં ઘરે ઘરે જઇ કરાયું રેપિડ ફીવર સરવે
  • 13 દી’માં 151 ડેન્ગ્યુના કેસ, શાળા-કોલેજમાં ચેકિંગ કરી માર્ગદર્શન અપાયું

રાજકોટઃ શહેરમાં ડેન્ગ્યુ અને મલેરિયાના રોગચાળા પર કાબૂમાં લેવા માટે 392 આશાવર્કર બહેનો, નર્સિંગ કોલેજ, સેનેટરી ઇન્સ્પેક્ટર કોલેજ, હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીઓ, મલેરિયા વર્કર્સને મેદાનમાં ઉતાર્યા હતા. આ ટીમે 17244 ઘરમાં જઇ છેલ્લા એક સપ્તાહમાં તે પરિવારમાંથી કોઇને તાવ આવ્યો હતો કે નહીં, જો તાવ આવ્યો હોય તો તેની વિગત મેળવે છે અને નજીકના આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને રીફર કરવામાં આવે છે. છેલ્લા 13 દિવસમાં રાજકોટમાં 151 ડેન્ગ્યુના દર્દીઓ નોંધાયા છે. જેમા સૌથી વધુ બાળકો હોવાથી મનપાએ શાળા કોલેજમાં ચેકિંગ શરૂ કર્યું છે ત્યાં ટીચર સાથે મિટિંગ કરી માર્ગદર્શન આપવામાં આવે છે.

17244 ઘરોમાં સર્વે કરવામાં આવ્યો
રાજકોટ શહેરમાં રોગચાળો અટકાવવા માટે મહાનગરપાલિકાએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં શાળા કોલેજ ઉપરાંત જે વોર્ડમાં સૌથી વધુ દર્દીઓ નોંધાયા હોય તે વોર્ડમાં ઘરે ઘરે જઇ ચેકિંગ કરવામાં આવે છે. આ કામગીરી માટે મનપાએ આશાવર્કર, કોલેજના વિદ્યાર્થીઓની પણ મદદ લઇ ટીમ બનાવી છે. આ ટીમ ઘરે ઘરે જઇ રેપિડ ફીવર સરવે કરી રહી છે. સોમવારે 392 આશા બહેનો, મલેરિયા વર્કર, વિદ્યાર્થીઓએ સવારથી સાંજ સુધીમાં 17244 ઘરમાં સરવે કર્યો છે. સરવેમાં છેલ્લા એક સપ્તાહમાં તાવ આવ્યો હોય તેવા 348 દર્દીઓ મળી આવ્યા હતા. તેમજ તાવ આવતો હોય તેવા 132 દર્દીઓને નજીકના આરોગ્ય કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા હતા.

701 આસામીઓને નોટિસ આપી
મનપાના ચોપડે 13 દિવસમાં 151 ડેન્ગ્યુના પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 289 ડેન્ગ્યુ અને 17 મલેરિયાના કેસ નોંધાયા છે. મચ્છર ઉત્પત્તિ ધ્યાને આવતા 701 આસામીઓને નોટિસ આપવામાં આવી છે. 104 શાળા, 54 બાંધકામ સાઇટ, 81 કારખાના, 76 ધાર્મિક સ્થળ, 55 કોમ્પ્લેક્સ, 17 હોટેલ સહિત 693 સ્થળ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. 83 શાળામાં 313 મચ્છર ઉત્પત્તિ સ્થાનોને તપાસમાં આવ્યા હતા.

ડેન્ગ્યુની સાઇકલ બ્રેક કરવા અભિયાન શરૂ કર્યું
ડેન્ગ્યુ મચ્છર ચોખ્ખા, બંધિયાર, છીછરા પાણીમાં ઉત્પન્ન થાય છે. સરેરાશ 100 મીટર સુધી જ ઉડી શકતા હોવાથી જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં જ રોગ ફેલાવે છે. બાંધકામ સાઇટ અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આ રોગનું જોખમ વધુ છે. તેથી ડેન્ગ્યુની સાઇકલ બ્રેક કરવા શહેરમાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરી છે. ઘર, શાળા કે ઓફિસ આસપાસ પાણીનું નાનું પણ ખાબોચિયું ભરાયેલું જોવા મળે તો તે દૂર કરવાથી ડેન્ગ્યુ કાબૂમાં આવી શકશે. - ડો.પી.પી. રાઠોડ, ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો