અસર / ઉત્તરાયણના દિવસે રાજકોટમાં 344 પક્ષીઓ ઘવાયા, સિવિલમાં દોરાથી 50થી વધુ માનવીઓને ઇજા થયાના કેસ નોંધાયા

કરૂણા અભિયાન દ્વારા તમામ પક્ષીઓને સારવાર અપાઇ
કરૂણા અભિયાન દ્વારા તમામ પક્ષીઓને સારવાર અપાઇ

 • રાજ્ય સરકાર દર વર્ષે 10થી 20 જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે

Divyabhaskar.com

Jan 15, 2020, 12:04 PM IST

રાજકોટ: રાજ્ય સરકાર દર વર્ષે 10થી 20 જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે. આ અભિયાનમાં નિયુક્ત કરેલા તબીબો દ્વારા પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓને સારવાર આપવામાં આવે છે. ગઇકાલે રાજકોટમાં ઉત્તરાયણની પતંગરસિકોએ મોજ માણી હતી પરંતુ પક્ષીઓ માટે આફત સમાન બની રહી હતી. રાજકોટમાં ઉત્તરાયણના પર્વમાં 344 પક્ષીઓ ઘવાયા હતા અને તે તમામને નિયુક્ત કરાયેલા તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી. જ્યારે સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 50થી વધુ માનવીઓને નાની-મોટી ઇજા થયાના કેસ નોંધાયા હતા.

સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટ સિવિલમાં ઇજાગ્રસ્તો આવ્યા

શહેરમાં મકર સંક્રાંતને દિવસે પતંગના દોરાથી ઇજા થવાના પચાસેક બનાવોમાં સિવિલ હોસ્પિટલમાં ખાસ ઓપરેશન થિએટરમાં સારવાર અપાઇ હતી. સવારથી મોડી સાંજ સુધી દોરાથી ઇજા થઇ હોય તેવા લોકોની સતત આવક રહી હતી. આ કારણે ઇએનટી સર્જરીના તબીબો, નર્સિંગ સ્ટાફ અને ઇમરજન્સી વોર્ડનો સ્ટાફ સતત ખડેપગે રહ્યો હતો. આ ઉપરાંત પતંગ ચગાવતી વખતે અગાસીએથી પડી જવાના બનાવો પણ નોંધાયા હતાં. રાજકોટમાં દૂધની ડેરી પાસે મેરામ બાપાની વાડી નજીક રહેતાં મુસ્તાકભાઇ હબીબભાઇ ફુલાણી સંક્રાંતની સવારે બાઇક હંકારી ઉપલેટાથી રાજકોટ આવી રહ્યા હતાં ત્યારે પીરવાડી પાસે પતંગનો દોરો ગળામાં આવી જતાં ફેંકાઇ જતાં ઇજા થતાં સિવિલમાં ખસેડાયા હતાં.

અનેકને પતંગનો દોરા ગળામાં ફસાયા

ગોંડલના મોટા દડવામાં રહેતો પંકજ માવજીભાઇ જસાણી સંક્રાંતની સવારે અગાસીએ પતંગ ઉડાડતી વખતે પડી જતાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. બામણબોરમાં અમિત દિનેશભાઇ સોરાણી સંક્રાંતની બપોરે પતંગ ચગાવતી વખતે અગાસી પરથી પટકાતાં ઇજા થઇ હતી. રાજકોટ ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે પાણીના ટાંકા નજીક રહેતો રમેશ ચીંગુભાઇ નામનો યુવાન સાંજે ચારેક વાગ્યે રૈયા ગામ જવાના રસ્તે બાપા સિતારામ ચોકમાં પહોંચ્યો ત્યારે ગળામાં પતંગનો દોરો આવી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો.

ઘવાયેલા પક્ષીઓ

 • કબૂતર-331
 • લવ બર્ડ-1
 • કોયલ-1
 • ચકલી-2
 • બગલો-1
 • રણ કાગડા-2
 • ઓલા ૨
 • સમડી-1
 • ઘુવડ-1
 • ચામાચિડીયુ-1
X
કરૂણા અભિયાન દ્વારા તમામ પક્ષીઓને સારવાર અપાઇકરૂણા અભિયાન દ્વારા તમામ પક્ષીઓને સારવાર અપાઇ

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી