15 ઓગસ્ટ / મોરબીમાં 700થી વધુ વિદ્યાર્થીઓની 2900 ફૂટ લાંબા તિરંગા સાથે સ્વતંત્રતા યાત્રા નીકળી

મોરબીમાં 2900 ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા નીકળી
મોરબીમાં 2900 ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા નીકળી

  • યાત્રામાં શાળા-કોલેજના છાત્રો અને સંગઠનો સહભાગી બન્યા
     

Divyabhaskar.com

Aug 14, 2019, 05:15 PM IST

મોરબી: મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ, નિલકંઠ વિદ્યાલય અને પી.જી.પટેલના સહયોગથી 15 ઓગસ્ટ પર્વનાં આગલા દિવસે એટલે આજે 2900 ફુટ લાંબા તિરંગા સાથેની સ્વતંત્રતાં યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં 700થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.

ઠેર ઠેર પુષ્પથી યાત્રાનું સન્માન કરાયું

શહેરના રવાપર રોડ પર આવેલ નિલકંઠ વિદ્યાલય ખાતે બેન્ડવાજાની સૂરાવલીઓ સાથે નીકળેલી આ યાત્રાનું પત્રકારોએ લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરીજનોમાં રાષ્ટ્ર ભાવના અને તિરંગા સન્માન જળવાય રહે તે હેતુથી આ યાત્રા કાઢવામાં આવી હતી. 700થી વધુ છાત્રો, ઉપરાંત યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિંગ, લાયન્સ ક્લબ, લાયોન્સ ક્લબ સહિતનાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ આ યાત્રામાં જોડાયા હતા. શહેરનાં મુખ્ય માર્ગ પર ફરી રહેલી યાત્રાનું પુષ્પોથી સન્માન કરવામાં આવ્યું હતું.

(કિશન પરમાર, મોરબી)

X
મોરબીમાં 2900 ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા નીકળીમોરબીમાં 2900 ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા નીકળી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી