તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોખંડનો ડેલો માથે પડતા 2 વર્ષના અને રમતાં રમતાં પાણીની ટાંકીમાં પડી જતા દોઢ વર્ષના બાળકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોખંડનો ડેલો માથે પડતા બે વર્ષના આયુષનું મોત - Divya Bhaskar
લોખંડનો ડેલો માથે પડતા બે વર્ષના આયુષનું મોત
  • બંને બાળકો તેના માતા-પિતાના એકના એક પુત્ર હતા

રાજકોટ: શહેરમાં બે જુદી-જુદી ઘટનામાં બે માસુમ બાળકોને હસતા રમતા સાવ અચાનક કાળ ભેટી જતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. આજીડેમ પોલીસ મથક તાબાના ત્રંબા નજીક આવેલા ભાયાસર ગામમાં રહેતાં સુરેશભાઇ ભાલારાનો પુત્ર આયુષ (ઉ.2) સોમવારે સાંજે પાંચેક વાગ્યે ઘરના લાકડાની ફ્રેમમાં ફીટ કરેલા લોખંડના ડેલા પાસે રમતો હતો. ત્યારે વરસાદને કારણે ફ્રેમ નબળી પડી ગઇ હોય ડેલો અચાનક પડતાં માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહીં મોત નીપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આયુષ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. જ્યારે બીજા બનાવમાં રમતા રમતા દોઢ વર્ષનું બાળક ભોં ટાંકામાં પડી જતા ડૂબતા મોત નીપજ્યું હતું.

સંતોષીનગરમાં ભોં ટાંકામાં પડી જતા દોઢ વર્ષના બાળકનું મોત
બીજા બનાવમાં પોપટપરા સંતોષીનગરમાં રહેતાં રાજેશભાઇ હરિભાઇ લોખીલ અને ગુડ્ડીબેન રાજેશભાઇ લોખીલનો પુત્ર ક્રિયાન (ઉ.1.5) ઘરમાંથી રમતો રમતો બહાર નીકળ્યો હતો. દસ-પંદર મિનિટ પછી માતા તેને લેવા બહાર નીકળતાં તે જોવા ન મળતાં શોધખોળ શરૂ કરી હતી. દસેક મિનિટ બાદ કોઇએ ઘરના ભોં ટાંકામાં જોતાં તેમાં માસુમ ક્રિયાન બેભાન મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહીં તેનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ જાણ કરતાં પ્ર.નગરના હેડકોન્સ. વિજયસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. પિતા રાજેશભાઇ ડ્રાઇવીંગ કરે છે. બનાવથી સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.