જસદણ: જસદણમાં એક વિદ્યાર્થિનીને ડેન્ગ્યુ ભરખી જતા નગરપાલિકા તંત્ર સામે લોક રોષ ઉઠવા પામ્યો હતો. જસદણ શહેરમાં છેલ્લા 2 મહિનાથી ડેન્ગ્યુના જીવલેણ રોગચાળાએ ભારે માજા મુકી છે. છતાં પણ નગરપાલિકા તંત્રનું જાણે અસ્તિત્વ જ ન હોય તેમ શહેરભરમાં સાફ-સફાઈ થતી નથી. શહેરભરમાં વાંસી અને ઉઘાડા અખાદ્ય પદાર્થો વેચનારા અને જાહેરમાં કચરો ફેંકનારા સામે નગરપાલિકા તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરાતી ન હોવાથી શહેરભરમાં ડેન્ગ્યુ, ટાઈફોઈડ, ઝાડા-ઉલ્ટી, કમળો, તાવ-શરદી સહિતના દર્દીઓ વધી રહ્યા છે. ત્યારે જસદણ શહેરના ગેબનશા સોસાયટીમાં રહેતા હનીફભાઈ સતારભાઈ સૈયદની પુત્રી આરઝુબેન (ઉ.વ.18)ને ડેન્ગ્યુએ નિશાન બનાવતા તેમને ગત તા.9ના રોજ રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
(દિપક રવિયા, જસદણ)
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.