મનપાના દાવા પોકળ / રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીથી રાજકોટમાં 14 વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત નીપજ્યું

રાજકોટ મહાનગરપાલિકાની ફાઇલ તસવીર
રાજકોટ મહાનગરપાલિકાની ફાઇલ તસવીર

  • સપ્તાહમાં ડેંન્ગ્યુના 130, મલેરિયાના 3 કેસ નોંધાયા 
  • 10 દી’ પહેલા પોઝિટિવ રિપોર્ટ આવ્યો, મનપાને બાળકનાં મોત બાદ ખબર પડી

Divyabhaskar.com

Oct 10, 2019, 02:01 AM IST

રાજકોટઃ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આરોગ્યલક્ષી કામગીરી લાંબા સમયથી બંધ કરી દીધી છે. જેના પગલે શહેરમાં રોગચાળો બેફામ વધી રહ્યો છે. 10 દિવસ પહેલા 14 વર્ષના બાળકને ડેન્ગ્યુ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો, પરંતુ મનપાને બાળકનાં મોત બાદ ખબર પડી કે બાળકને ડેન્ગ્યુ થયો હતો. બાળકનાં મોત બાદ તેના ઘર આસપાસ ફોગિંગની કામગીરી કરવામાં આવી છે. સપ્તાહમાં ડેન્ગ્યૂના 130 કેસ, મેલેરિયાના 3 કેસ, ટાઈફોઈડ તાવના 2 કેસ, ઝાડા-ઊલ્ટીના 137 અને અન્ય તાવના 32 કેસ નોંધાયા છે. બીજી તરફ મનપા ખુદ એવા દાવો કરી રહ્યું છે કે, દૈનિક 3000 ઘરોમાં મનપાની ટીમ મચ્છરજન્ય રોગ અટકાયત માટે કામ કરી રહ્યું છે.

સારવાર દરમિયાન બાળકનું મોત
કાલાવડ રોડ પર રામધામ સોસાયટીમાં રહેતા અને કોટન ટ્રેડિંગનું કામ કરતા પ્રદીપભાઇ ત્રિભોવનદાસ આહ્યાના પુત્ર પ્રિયાંશુને 13 દિવસ પહેલા તાવ આવતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને 10 દિવસ પહેલા તેનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારવાર દરમિયાન પ્રિયાંશુનું મોત થયું હતું. બાળકનાં મોત બાદ મનપાનું આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યું હતું અને રામધામ સોસાયટીમાં સરવે કરી ફોગિંગ સહિતની કામગીરી કરી હતી. લોકોમાં જાગૃતિ આવે તે વિગતો માટે અગાઉ આરોગ્યલક્ષી વિગતો જાહેર કરાતી હતી, પરંતુ હવે ફૂડના નમૂના લીધા હોવા છતાં વિગતો જાહેર કરાતી નથી અને બાદમાં નમૂના જ બદલી નખાતા હોવાના ઓક્ષેપો પણ થયા છે.

રોગચાળો અટકાવવા ફોગિંગ કરાયું છે
ચોમાસા બાદ રોગચાળો અટકાવવા માટે મનપાની ટીમે શહેરના જુદા જુદા વિસ્તારમાં કામગીરી કરી રહી છે. પાણીના ખુલ્લા ખાડામાં દવા છંટકાવ અને ફોગિંગની કામગીરી થાય છે. ડેન્ગ્યુના કારણે બાળકનું મોત થયું હોવાથી રામધામ સોસાયટીમાં ફોગિંગની કામગીરી કરી છે ડેન્ગ્યુ ન ફેલાય તે માટે પગલાં લીધા છે. - ડો.મનીષ ચુનારા, નાયબ આરોગ્ય અધિકારી

X
રાજકોટ મહાનગરપાલિકાની ફાઇલ તસવીરરાજકોટ મહાનગરપાલિકાની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી