તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટંકારા: જોધપરા ઝાલા ગામે રહેતો યશ કાનજીભાઇ પરમાર (ઉ.વ.12) રવિવારે શાળામાં રજા હોય પોતાના ઘરના ત્રીજા માળે પતંગ ચગાવવા ચડ્યો હતો. પતંગ ઉડાડવાની મજામાં મસ્ત બનેલો આ માસુમ અકસ્માતે પગ લપસતા ત્રીજા માળેથી નીચે પટકાતા ગંભીર ઇજા થતાં સારવાર માટે ટંકારાની હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગઇકાલે બપોરે આ ઘટના બની હતી. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ અહીં આજે સવારે દમ તોડી દેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.
યશના પિતા સફાઇ કામદાર છે
મૃત્યુ પામનાર યશના પિતા સફાઇ કામદાર છે. તે બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો અને છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. ગઇકાલે જ સંક્રાંતની ઉજવણી કરવા પતંગ-દોરા લઇને આવ્યો હતો અને અગાસીએ પહોંચ્યો હતો. ત્યાંથી પટકાતાં જિંદગી પૂરી થઇ ગઇ હતી. આવતીકાલે પતંગ ઉત્સવને માણવામાં મસ્ત બનનારા લોકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.