તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટૂંક સમયમાં દયાભાભી જોવા મળશે: ટપુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ પોરબંદરમાં શુટીંગ માટે પહોંચી હતી
  • ગાંધી જન્મ સ્થળ કિર્તિમંદિરે શુટીંગ દરમિયાન ટપુ (રાજ અનડકટે) સાથે વાતચીત

પોરબંદર: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ પોરબંદર ગાંધીજીના જન્મસ્થળે શુટીંગ માટે પહોચી હતી. ત્યારે શુટીંગ દરમિયાન ટપુએ જણાવ્યું હતું કે મારા મમ્મી એટલે કે દયાભાભી ટૂંક સમયમાં સીરીયલમાં કમબેક કરશે. ગાંધીજીના જન્મસ્થળની મુલાકાત લઇને ગૌરવની લાગણી અનુભવી હતી.

દરેક કલાકારોએ ખાદીના વસ્ત્રો પહેર્યા હતા


સમગ્ર ભારત મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં મહામાનવ ગાંધીજીનો એપીસોડ પણ રજૂ થશે. આથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ શુટીંગ અર્થે પોરબંદર ગાંધીજીના જન્મસ્થળે પહોંચી હતી. આ સીરીયલના ચંપક કાકા, ભીડે, ટપુ, ગોલી, ગોગી, સોનુ, પીંકુ આવ્યા હતા. કિર્તીમંદિર ખાતે ગાંધી જન્મસ્થળની મુલાકાત લઇ શુટીંગ કર્યું હતું. આ ટીમના દરેક કલાકારોએ ખાદીના વસ્ત્રો ધારણ કર્યા હતા. ટપુસેનાના મુખ્યપાત્ર રાજ અનડકટ-ટપુએ એમ જણાવ્યું હતું કે ગાંધીજીના જન્મસ્થળની મુલાકાત લઇને ગૌરવ અનુભવુ છું. આગામી સમયમાં દર્શકો જેની રાહ જોવે છે તે દયાભાભી સીરીયલમાં ફરી નજરે ચડશે.

સ્વદેશી અપનાવો : ભીડે


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીમના મંદાર ચંદ્રવાડકર જે હાલ ભીડેનું પાત્ર નીભાવે છે. આ ભીડે માસ્તરે પોરબંદર કિર્તીમંદિરમાં શુટીંગ દરમિયાન એમ જણાવ્યું હતું કે સીરીયલમાં ગાંધીજી વિષે ઘણું બધું જાણવા મળશે. ખાસ કરીને દેશનો રૂપિયો દેશમાં રહે તે માટે સ્વદેશી ચીજો ખરીદવી જોઇએ.

(તસવીર: સચિન મદલાણી, પોરબંદર)

અન્ય સમાચારો પણ છે...