અકસ્માત / પોરબંદરના બોખીરા હાઇવે પર ગાય સાથે બાઈક અથડાતાં 2 યુવાનનાં મોત

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

Divyabhaskar.com

Oct 11, 2019, 11:38 PM IST
પોરબંદર: પોરબંદર તાલુકાના પાંડાવદરા વાડી વિસ્તારમાં રહેતા હમીર માલદે ઓડેદરા (ઉ.વ. 25) અને કાના ગીગા ખૂંટી (ઉ.વ. 23) નામના મામા-ફોઇના ભાઈઓ પોતાનું બાઈક ચલાવી ને પોરબંદર આવતા હતા. ત્યારે ત્રણ માઈલ નજીક બોખીરા હાઇવે પરથી પસાર થતા હતા તે દરમ્યાન રસ્તા પર અચાનક એક ગાય આડી ઉતરતા બાઈક ગાય સાથે અથડાયું હતું અને બંને ભાઈઓ ફંગોળાઈ ગયા હતા. જેથી બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
એક યુવકના લગ્નને માત્ર 4 માસ થયા હતા
બંને ભાઈઓના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. પાંડાવદર વાડી વિસ્તારમાં બંને મામા-ફોઇનાં ભાઈઓ બાજુ બાજુ માં રહેતા હતા અને હમીરના લગ્નને માત્ર 4 માસ થયા હતા તેવું જાણવા મળેલ છે. આ બનાવને પગલે તેમના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ ઘટનાને પગલે પાંડાવદર ગામે શોકનું મોજું ફરી વળ્યુ છે.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી