પોરબંદર / ‘વાયુ’ ભેજ શોષી ગયું, અવળી અસરથી ચોમાસું 25 દિવસ મોડું

Thunderstorms fell back from Porbandar due to western disturbances

  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાવાઝોડું પોરબંદરથી પાછું ઠેલાયું

Divyabhaskar.com

Jun 14, 2019, 04:54 PM IST

પોરબંદર: છેલ્લા 3 દિવસથી જેનો સૌરાષ્ટ્રમાં હાઉ, ડર અને ભય હતો તે ‘વાયુ’ વાવાઝોડું હવે વેરાવળથી દ્વારકા સુધીની દરિયાઈ પટ્ટીમાં ક્યાંય પણ લેન્ડ ફોલ થશે નહીં એટલે કે હવે વાવાઝોડું આવવાની અથવા તો ત્રાટકવાની સંભાવના નહીંવત થઈ ગઈ હોવાનું હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. ‘વાયુ’ શા માટે રોકાઈ ગયું ?
હવામાન વિભાગ કહે છે કે વાયુએ આખા દેશનું મોસ્ચ્યુરાઈઝ (ભેજ) શોષી લીધો છે. જેના કારણે હવે નવી સિસ્ટમ જ્યારે બનશે ત્યારબાદ નૈઋત્યના ચોમાસાની શરૂઆત થશે.

આ માટે 10, 15 અથવા 20 દિવસ કે વધુમાં વધુ 1 મહિનો રાહ જોવી પડે તો પણ નવાઈ નહીં. એટલે કે ‘વાયુ’ વાવાઝોડું તો ત્રાટક્યું નહીં પરંતુ ચોમાસા માટેના જે ઉજળા સંજોગો ઉપસ્થિત થયા હતા તેના પર પાણીઢોળ કરી દીધું છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનોના કારણે પોરબંદરથી 200 કિલોમીટર દૂર વાવાઝોડું સ્થિર થઈ ગયું અને ધીમેધીમે ઓમાન તરફ પાછું ઠેલાવા લાગ્યું છે. દરિયામાં વાવાઝોડું જ્યારે 600 કિલોમીટર દૂર હતું ત્યારે તેનો વ્યાપ (ડાયામીટર) 600 કિલોમીટરથી વધુ હતો તે ઘટીને માત્ર 200 કિલોમીટરનો થઈ ગયો છે.

આગામી 16 જૂન સુધીમાં ઓમાન તરફ જતા વાવાઝોડું સંપૂર્ણપણે વિખેરાઈ જશે. જો કે ગુરુ અને શુક્રવાર સુધીમાં વેરાવળથી છેક દ્વારકા સુધીની દરિયાઈ પટ્ટી પર તેની થોડીઘણી અસર થશે જેના ભાગરૂપે સામાન્યથી વધુ એટલે કે 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેમજ અડધા થી એક ઈંચ સુધીનો વરસાદ પડવાની પણ સંભાવના છે. કોઈપણ શહેર કે દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં હવે તબાહી કે સામાન્ય નુકસાન થવાની પણ કોઈ સંભાવના ન હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકિનારે જો ત્રાટક્યું હોત તો 3 થી 16 ઈંચ સુધીનો વરસાદ વરસવાની શક્યતાઓ પણ દર્શાવાઈ હતી. પરંતુ હવે ચિંતાના વાદળો ઘેરાયા છે.

X
Thunderstorms fell back from Porbandar due to western disturbances

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી