તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

109 તરણવીરોએ સમુદ્ર સાથે બાથ ભીડી, 1.39 કલાકમાં 5 કિમી સમુદ્ર તરી રાજસ્થાનનો દિવ્યાંગ યુવાન પ્રથમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તરણવીરોએ સમુદ્ર સાથે બાથ ભીડી અને ઇન્સેટમાં પ્રથમ ક્રમે આવેલો રાજસ્થાનનો દિવ્યાંગ - Divya Bhaskar
તરણવીરોએ સમુદ્ર સાથે બાથ ભીડી અને ઇન્સેટમાં પ્રથમ ક્રમે આવેલો રાજસ્થાનનો દિવ્યાંગ
  • પ્રથમ દિવસે 5 કિમીની દિવ્યાંગ માટેની સ્પર્ધામાં 18 સ્પર્ધકો તેમજ 10 કિમીની સ્પર્ધામાં 91 સ્પર્ધકોએ ભાગ લીધો
  • રાષ્ટ્રીય કક્ષાની આ તરણ સ્પર્ધામાં નેવી, કોસ્ટગાર્ડ, ફાયરબ્રિગેડ, મરીન સ્ટાફ ખડેપગે, રેસ્ક્યુ માટે 10 બોટ રખાઇ

પોરબંદર: પોરબંદરમાં રામ સી સ્વિમીંગ ક્લબ દ્વારા બે દિવસની રાષ્ટ્રીય કક્ષાની તૃતીય સમુદ્ર તરણ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે 5 કિલોમીટરની દિવ્યાંગ માટેની સ્પર્ધામાં 1 મહિલા સ્પર્ધક સહિત 18 અને 10 કિલોમીટરની સ્પર્ધામાં 20 બહેનો સહિત 91 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સમુદ્ર તરણ સ્પર્ધામાં દેશભરના તરવૈયાઓ ભાગ લઇ રહ્યા છે. શનિવારના દિવસે સ્પર્ધાનો શુભારંભ થયો હતો. જેમાં 5 કિલોમીટરની દિવ્યાંગોની સ્પર્ધામાં 18 જેટલા સ્પર્ધકોએ સમુદ્ર સાથે બાથ ભીડી પોતાનું કૌવત બતાવ્યું હતુ. અને 10 કિલોમીટરની સ્પર્ધામાં 21 મહિલા સ્પર્ધકો સહિત 91 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આમ 5 અને 10 કિલોમીટરની સ્પર્ધામાં 21 બહેનો સહિત કુલ 109 સ્પર્ધકોએ સમુદ્રમાં ઝંપલાવ્યું હતુ. જેમાં રાજસ્થાનના જગદીશ તૈલીએ 1 કલાક 39 મિનિટ અને 31 સેકન્ડમાં 5 કિમી સુધી સમુદ્ર તરી પ્રથમ આવ્યો હતો. 

વિજેતા બનનાર સ્પર્ધકોને રોકડ પુરસ્કાર અને મેડલ એનાયત કરી સન્માનિત કરાશે
10 કિલોમીટરની સ્પર્ધામાં અલગ અલગ વય જૂથ મુજબ બે કેટેગરીમાં સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 14થી 45 વર્ષની વય જૂથમાં અરવિંદ વિજયન પ્રથમ ક્રમાંકે અને બહેનોની સ્પર્ધામાં હિમાની સંજય ફાડકે પ્રથમ ક્રમાંકે તેમજ 45થી વધુ વય ધરાવતા સ્પર્ધકોની સ્પર્ધામાં મહારાષ્ટ્રના શ્રીમંત સતારાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ સ્પર્ધામાં વિજેતા બનનાર સ્પર્ધકોને રોકડ પુરસ્કાર અને મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે. તરણ સ્પર્ધામાં નેવી, કોસ્ટગાર્ડ, ફાયરબ્રિગેડ, મરીન અને તરવૈયાઓ સહિત ખડાપગે રહ્યા હતા. 10થી વધુ બોટ રેસ્ક્યુ માટે તૈયાર રાખવામાં આવી છે.

5 કિમીનાં વિજેતા સ્પર્ધકોનાં નામ
દિવ્યાંગોની 5 કિમીની સ્પર્ધામાં રાજસ્થાનના જગદીશ તૈલીએ 1 કલાક 39 મિનીટ અને 31 સેકન્ડમાં 5 કિલોમીટરની સ્પર્ધા પુરી કરી પ્રથમ ક્રમાંકે આવ્યા હતા. વેસ્ટ બંગાળના રેમોર શાહે 1 કલાક 40 મિનિટ અને 29 સેકન્ડમાં સ્પર્ધા પુરી કરી બીજો ક્રમાંક મેળવ્યો હતો. અને છતીસગઢના કિસરામ પટેલે 1 કલાક 56 મિનીટ અને 35 સેકન્ડમાં તૃતીય ક્રમાંકે વિજેતા બન્યા હતા. તેમજ બહેનોની સ્પર્ધામાં માત્ર જીઆરઆઇ નામના એક જ સ્પર્ધકે ભાગ લીધો હતો અને તેઓએ 2 કલાક 39 મિનીટ અને 19 સેકન્ડમાં સ્પર્ધા પુરી કરી હતી.

10 કિમીની વિજેતા સ્પર્ધકો

10 કિલોમીટરની સ્પર્ધામાં બેંગ્લોરનાં અરવિંદ વિજયન, દ્વિતીય ક્રમાંકે બેંગ્લોરનાં સજીત સુજથન અને બેંગ્લોરનાં જ સ્પર્ધક પલ પોનીયપલે તૃતીય ક્રમાંકે વિજેતા બન્યા હતા. તેમજ બહેનોની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે નાગપુરના હિમાની સંજય ફાડકે, રાજકોટના વિશ્વા પરમારે દ્વિતીય ક્રમાંક અને સુરતના દર્શના સૈલોટે તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. મજબૂત મનોબળ હોય તો લક્ષ સુધી પહોંચી શકાય. અગાઉ હું આંતરરાષ્ટ્રીય લેવલની સ્પર્ધાઓમાં ભાગ લઇ ચૂક્યો છુ. અને અનેક એવોર્ડ મેળવી ચૂક્યો છુ. આ સ્પર્ધા 1 કલાક 39 મિનીટમાં પૂર્ણ કરી છે.- જગદીશ તૈલી, સ્પર્ધક (રાજસ્થાન)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો