હત્યા / પોરબંદરના પારાવાડામાં ઘરકંકાસથી કંટાળીને ઉશ્કેરાયેલા પતિએ છરીના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • પત્નીનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત થતાં હત્યાનો ગુનો નોંધાયો
  • પતિના આડાસંબંધને કારણે વારંવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા

 

Divyabhaskar.com

Oct 09, 2019, 07:58 PM IST

પોરબંદર:પારાવાડામાં શંકાના આધારે અને ઘર કંકાસથી ઉશ્કેરાયેલા પતિએ છરીના ઘા ઝીંકીને પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની વિગત અનુસાર પારાવાડામાં રહેતા ભીમા નાથાભાઈ સીડા મેરને ઘર કંકાસનાં કારણે પત્ની સાથે અવારનવાર માથાકુટ થતી હતી. ત્યારે ગઈકાલે રાત્રે ફરી માથાકુટ થતાં પતિ ભીમા નાથાભાઈએ ઉશ્કેરાઈ જઈને છરીના ઘા પત્ની દેવીબેન પર ઝીંકી દીધા હતા. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા દેવી બેનને 108ની મદદથી સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાંથી દેવીબેનની તબિયત ગંભીર જણાતા વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ ને લઈને બગવાદર પોલીસે તાપસ હાથ ધરી છે.

પતિના આડા સંબંધને લઇને વારંવાર થતા હતા ઝઘડા
પારાવાડા ગામના ટોડારી સીમ વિસ્તારમાં રહેતા ભીમા નાથા સીડા અને તેમની પત્ની દેવીબેન ભીમા સીડા (ઉ.વ.40) વચ્ચે છેલ્લા ઘણા સમયથી દેવી બેનને પતિના પાડોશમાં આડા સબંધને લઈને મનદુઃખ હોવાથી વારંવાર બન્ને વચ્ચે ઝઘડા થતા હતા. ત્યારે ગત રાત્રી એ દેવીબેન અને તેમના પુત્રી વનિતા ગામ થઈ પોતાની વાડીએ જઇ રહ્યા હતા. તે દરમિયાન તેમની વાડી નજીક રોડ ઉપર દેવીબેનનો પતિ ભીમા નાથા સીડા તથા અન્ય 5 શખ્સો કેશુ સીદી સીડા, વેજા નાથા સીડા, સવદાસ અરશી ઓડેદરા ઉર્ફે સવદાસ વણઘો, મહેશ સવદાસ ઓડેદરા, પોપટ સવદાસ ઓડેદરાએ દેવીબેન ઉપર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી