તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હનુમાનગઢ ગામમાં ઝૂંપડામાં આગ લાગતા પરપ્રાંતીય બે મજૂરના ત્રણ બાળકો ભડથું થયા

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝુપડામાં વિકરાળ આગ લાગી હતી
  • માતા-પિતા મજૂરી કામ માટે બહાર ગયા હતા અને પાછળથી કોઇ કારણોસર આગ લાગી હતી

પોરબંદર: પોરબંદરના હનુમાનગઢ નજીકથી તરસાઇ ગામ તરફ જતા રસ્તા પર આવેલ એક વાડીમાં પરપ્રાંતિય શ્રમિક પરીવારના ઝુંપડા આવેલ હોય અને તેમાં બાળકોએ રમત રમતમાં બાકસની દીવાસળી ચુલામાં ફેંકતા જોતજોતામાં આગ ભભૂકી ઉઠતા 7 બાળકોમાંથી 4 બાળકો બહાર નીકળી ગયા હતા, જયારે 3 નાના બાળકો અંદરની તરફ હોવાથી આગની લપેટમાં આવતા આ ત્રણેય બાળકો જીવતા ભૂંજાઇ જતા તેઓના મોત નીપજ્યા હતા.

નાળીયેરના તાડથી બનાવેલા 3 ઝુંપડાઓમાં શ્રમિક પરીવારો રહેતા હતા

મુળ મધ્યપ્રદેશના સીયાલી ગામના ખેત મજુરો છેલ્લા 10-12 વર્ષથી પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના હનુમાનગઢ નજીક તરસાઇ વાળા રસ્તે મુખ્ય રોડ પર વિજય ભીખુભાઇ કેશવાલાની વાડીમાં મજુરી કામ કરતા હતા અને આ વાડીમાં નાળીયેરના તાડથી બનાવેલા 3 ઝુંપડાઓમાં શ્રમિક પરીવારો રહેતા હતા. ત્યારે આજે બપોરે 1:45 કલાકે આ મજુર પરીવારના વ્યકિતઓ મજુરી કરવા ગયા હતા અને આ પરીવારોની મહિલાઓ ચુલો ઠારી આસપાસ ગયા હતા, તે દરમ્યાન ઝુંપડામાં 7 બાળકો રમતા હતા અને રમત રમતમાં બાળકોએ દીવાસળીની સળી સળગાવી ચુલામાં નાખી દેતા તાપ થયો હતો જેથી 7 બાળકોમાંથી 4 બાળકો બહારની તરફ ભાગ્યા હતા અને 3 નાના બાળકો અંદરની તરફ હતા, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ અને આ નાના 3 બાળકો આગની લપેટમાં આવી જતા, જીવતા ભૂંજાઇ ગયા હતા અને સ્થળ પર જ મોત ભેટ્યા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આ ગામના માજી સરપંચનો પૂત્ર ચંદ્રેશની નજર પડતા આ યુવાને સ્થાનિકોને એકઠા કર્યા હતા અને એકઠા થયેલા યુવાનોએ પાણીની લાઇન દ્રારા બાલટી વડે આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી, પરંતુ આગમાં 3 ઝુંપડા બળીને ખાખ થઇ ગયા હતા. આગ લાગતા બાળકોના માતા-પિતાને જાણ કરતા તેઓ પહોંચી ગયા હતા અને બાળકોના મૃતદેહોને જોઇને કાળો કલ્પાંત કરવા લાગ્યા હતા. આ ત્રણેય બાળકોના મૃતદેહને પીએમ માટે રાણાવાવની સરકારી હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
મૃતક બાળકોના નામ

આ દુર્ઘટનામાં જીવતા ભૂંજાઇને મોતને ભેટેલ કમનશીબ નાના ભૂલકાઓમાં રવિ મુકેશભાઇ બામણીયા (ઉ.03),  નિર્મલા મુકેશભાઇ બામણીયા (ઉ.02) અને લક્ષ્મી દિલીપભાઇ મસાણીયા (ઉ.03) નો સમાવેશ થાય છે.
40 ફૂટ ઉંચે વિકરાળ આગની જ્વાળાઓ ઉડી
ઝુંપડાઓમાં આગ લાગતા આગ લાગતા 40 ફૂટ ઉંચે સુધી આગની જ્વાળાઓ ઉડી હતી જેથી જોતજોતમાં 3 ઝુંપડાઓ બળીને ભસ્મીભૂત થયા હતા અને નજીકમાં ઉગેલો આંબો પણ સળગી ગયો હતો.

(સચિન મદલાણી, પોરબંદર)

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો