પોરબંદર / ગોસાબારામાં માછીમારીની છૂટ ના આપી તો 600 માછીમારોની આત્મવિલોપન-મતદાનના બહિષ્કારની ચીમકી

Divyabhaskar.com | Updated - Mar 14, 2019, 04:41 PM
ફાઈલ તસવીર
ફાઈલ તસવીર
X
ફાઈલ તસવીરફાઈલ તસવીર

  • માછીમારી કરવાની છૂટ નહીં અપાય તો માછીમારો મતદાનનો બહિષ્કાર કરશે
  • ગ્રામજનો પાસે માછીમારીના વ્યવસાય વગર ગુજરાન ચલાવવા માટે બીજી કોઇ આવડત નથી

પોરબંદર:ગોસાબારા ગામના લોકો માત્ર માછીમારીના વ્યવસાય સાથે જ સંકળાયેલા છે. પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે અન્ય કોઈ વિકલ્પ નથી. આવી સ્થિતિમાં માછીમાર પરિવારોની રજૂઆત પણ કોઈ સાંભળતું નથી. આટલા વર્ષો દરમિયાન આશ્વાસનરૂપે ચૂંટણીલક્ષી મુખ્યમંત્રીના પત્ર સિવાય કાંઈ જ મળ્યું નથી. જેથી ચૂંટણી જાહેર જતા જ 100 માછીમાર પરિવારોએ મતદાન કરવાનો પણ બહિષ્કાર કર્યો છે અને અહીં ટુંક સમયમાં ફરીથી માછીમારી કરવા અંગેની છૂટછાટ નહીં આપવામાં આવે તો 600 જેટલા સ્થાનિકો એકસાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને આત્મવિલોપન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.

માછીમારો ચૂંટણીનો બહિષ્કાર કરશે!

અમારી પાસે દવા લેવાના પણ પૈસા નથી
1.અમારા પરિવારોમાં અનેક બિમારીઓ છે અને નાનકડા ભૂલકાઓ પણ બિમારીથી પીડીત છે. અમારા ગામમાં પાણીની પાઈપલાઈન પણ નથી. નવી બંદર અથવા ગોસાબારા નજીક માછીમારી કરવાની પરવાનગી નહીં મળે તો મરવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નથી. 
શું કહે છે માછીમાર સમાજ પ્રમુખ?
2.વર્ષોથી અહીં માછીમારીના વ્યવસાય થકી અમો રોજી-રોટી મેળવતા હતા પરંતુ અસામાજીક તત્વોએ કરેલ ફરિયાદોથી સરકારે માછીમારી કરવા પર પ્રતિબંધ લગાવ્યો હોવાના કારણે બેરોજગાર બન્યા છીએ. બેરોજગારીની સમસ્યાનું નિરાકરણ ટુંક સમયમાં સરકાર નહીં કરે તો જિલ્લા કલેક્ટર ખાતે તમામ ગ્રામજનો જઈ આત્મવિલોપન કરશું, તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.  અલ્લારખાભાઈ ઢીમર-ગોસાબારા સમસ્ત માછીમાર સમાજ પ્રમુખ 
કર્લી જળાશય જાહેર થતા જ માછીમારી પર પ્રતિબંધ ૉ
3.ગોસાબારા નજીક સમુદ્ર પાસે આવેલા જળાશયને પક્ષી અભ્યારણ્ય તરીકે જાહેર કર્યું હોવાથી સરકારે 2010 માં માછીમારી પર પ્રતિબંધ મૂકાયો હતો. ગોસાબારા નજીક દરિયો અને કર્લી જળાશયમાં પક્ષીઓની સુરક્ષાને ધ્યાને લઈ પ્રતિબંધ જાહેર કરાયો હોવાથી માછીમારો બેરોજગાર બની ગયા છે. 
માધપુરના દરિયા કિનારા સુધી માછીમારીનો ખર્ચ પરવડે તેમ નથી
4.ગોસાબારાના માછીમારોને તંત્ર દ્વારા માધવપુર દરિયાકિનારે માછીમારી કરવા જવાનું કહેવામાં આવતા માછીમારોને માધવપુર સુધી આવવા-જવાનો ખર્ચ પોષાય તેમ નથી, જેને લઈને માછીમારો મુંઝવણમાં મૂકાયા છે. 
વ્યાજના વિષચક્રમાં ફસાઈને મરવાની નોબત
5.બેરોજગારીની સમસ્યાથી તો પીસાઈ રહ્યા છીએ પરંતુ હાલ અમને ટુંક સમયમાં માછીમારી માટે પરવાનગી નહીં મળે તો વ્યાજખોરોના વિષચક્રમાં ફસાઈને જ અમે મરી જશું.
માછીમારોની સ્થિતિ કફોડી બની
6.ગોસાબારા ગામે 2010માં ફિશરીઝ ડિપાર્ટમેન્ટે કર્લી જળાશયને પક્ષી અભ્યારણ્ય તરીકે જાહેર કરી માછીમારી કરતા માછીમારોના ફિશીંગ માટેના લાયસન્સ રદ કરી નાખ્યા હતા. આ અંગે ગોસાબારા ગામના સ્થાનિકોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. જેથી 6 વર્ષના વહાણા વિત્યા બાદ વર્ષ 2016માં ગોસાબારાના દરિયાકિનારે સમુદ્રમાં માછીમાર કરવાની પરવાનગી ફિશરીઝ વિભાગે આપી હતી અને તે લોકોના માછીમારી કરવાના લાયસન્સ ફરી ઈસ્યુ કર્યા હતા. ત્યારબાદ માત્ર 6 મહિનાનો સમય વિતતા જ ફરીથી કોઈ કારણોસર સરકારે ગોસાબારાના સમુદ્રમાં માછીમારી કરવા માટેની પરમીશન રદ કરી નાખી હતી અને તે લોકોના ઈસ્યુ કરેલા લાયસન્સ પણ ફરીથી રદ કર્યા હતા. સરકારે માછીમારી કરવા પર પ્રતિબંધ લાદયો હોય અને ગોસાબારા ગ્રામજનોની આજીવિકા માટે અન્ય કોઈ આધાર ન હોવાથી હાલ સ્થાનિકોની કફોડી સ્થિતિ થઈ છે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App