વેરાવળ / થપ્પડ મારી અગાસી પરથી નીચે ફેંકી દેવાની ધમકી આપી 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર શખ્સ ઝડપાયો

વેરાવળ પોલીસે આરોપીની ધરપકડ કરી

  • બાળકીને પ્રથમ વેરાવળ બાદ જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી

Divyabhaskar.com

Feb 13, 2020, 07:58 PM IST

વેરાવળ: શહેરના ચોર્યાસી બ્લોક તરીકે ઓળખાતા વિસ્તારમાં સાત વર્ષની બાળકીને એક નરાધમ યુવકે વાસનાનો શિકાર બનાવી હતી. પોલીસના જણાવ્યા મુજબ સગીરાની માતા સાથે રાત્રીના ચોર્યાસી બ્લોક વિસ્તારમાં બાળા અન્ય બાળકો સાથે રમતી હતી ત્યારે આરોપી અબ્દુલ ગની કુકસવાડીયાએ બાળકીને તેની માતા પાસે લઈ જવાનું કહી બાજુની બિલ્ડીંગના અગાસીએ લઇ ગયો હતો. અહીં બાળકીને થપ્પડ મારી અગાસી પરથી નીચે ફેંકી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે બાળકીના પરિવારે વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરી છે.

11 ફેબ્રુઆરીની રાત્રે ઘટના બની હતી

11 ફેબ્રુઆરીએ બનેલી ઘટનામાં રાત્રીના જે જગ્યાએ બાળા રમતી હતી તે જગ્યાએ મળી ન આવતા તેની માતાએ શોધખોળ આદરી હતી. દરમિયાન બનાવવાળી બિલ્ડીંગમાં બાળકી રડતી હાલતમાં મળી આવી હતી અને બાળાએ તેની સાથે થયેલ કૃત્યની માતાને જાણ કરતાં પ્રથમ વેરાવળ બાદ જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટના અંગે ભોગ બનનાર બાળાની માતાની ફરિયાદ આધારે વેરાવળ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ IPC 376 એબી, 377, 506(2) તેમજ પોસ્કો એક્ટની કલમ 3એ, 4, 5(એમ), 5(આઇ), 6 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, નાની ફૂલ જેવી બાળકીને હવસનો શિકાર બનાવનાર સામે ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે.

(જયેશ ગોંધિયા, ઉના)

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી