તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડારી ટોલનાકાના કર્મચારીએ યાત્રિકને માથામાં પાઇપ મારતા ઢળી પડ્યો, વધુ એક વીડિયો સામે આવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ટોલનાકાના કર્મચારી રામભાઇ જોટવાને માથાના ભાગે પાઇપ મારી દેવાતા લોહીલૂહાણ

વેરાવળ: વેરાવળ પાસે આવેલા ડારી ટોલનાકા પરથી રાજસ્થાનની બે બસ રવિવારે પસાર થઇ રહી હતી ત્યારે જ ટોલ ભર્યા વિના જ પસાર થવા મુદ્દે ટોલ કર્મચારી સાથે બોલાચાલી થઇ હતી. બાદમાં મામાલો ઉગ્ર બની જતા બસમા સવાર તમામ લોકો નીચે ઉતરી ગયા હતા અને તોડફોડ કરી હતી. તેમજ સામસામે મારામારી પણ થઇ હતી. આ બનાવમાં ટોલનાકાના કર્મચારી રામભાઇ જોટવાને માથાના ભાગે પાઇપ મારી દેવાતા લોહીલૂહાણ હાલતમાં વેરાવળ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ટોલનાકાના કર્મચારીએ એક યાત્રિકના માથા પર પાઇપ મારી દીધાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો રાહદારીએ ઉતાર્યો હતો જે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.  

રાજસ્થાનની બે બસ આવી હતી
રાજસ્થાનથી બે બસો આવી હતી. જેમાં 70થી 80 યાત્રિકો હતા. ટોલ કર્મીએ યાત્રિકના માથા પર પાઇપનો ઘા મારતા તે જમીન પર પટકાયો હતો. આ કારણે જ મહિલાઓ ટોલબૂથ પર વીફરી હતી અને પથ્થરોના ઘા કરી ટોલબૂથના કાચ ફોડી નાંખ્યા હતા. તેમજ ખુરશીઓના ઘા કર્યા હતા. જો કે આ અંગે કોઇ પોલીસ ફરિયાદ હજી સુધી નોંધાઇ નથી. 

(જયેશ ગોંધિયા, ઉના)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો