તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસાવદરના લાલપુર પાસે ખાનગી બસનો અકસ્માત, વ્હીલ નીકળતાં પલટી ગયેલી બસના બે ટુકડા થયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સાવરકુંડલા-જૂનાગઢ રૂટની લક્ઝરી બસને અકસ્માત થતાં પોલીસ દોડી ગઇ
 • અકસ્માતમાં બસનું છાપરું તૂટીને અલગ થઇ ગયું

જૂનાગઢ/અમરેલીઃ જૂનાગઢ જિલ્લાનાં વિસાવદર તાલુકાનાં લાલપુર અને વેકરિયા ગામ વચ્ચે આજે બપોરે 2 વાગ્યે સાવરકુંડલાથી જૂનાગઢ આવતી જીજે 11 એક્સ 723 નંબરની બસનું વ્હીલ નિકળી જતાં બસ પલ્ટી ખાઇ ગઇ હતી. આથી બસનું છાપરું નિકળી ગયું હતું. અને બસના બે કટકા થઇ ગયા હતા. આ અકસ્માતમાં 4 વ્યક્તિનાં ઘટનાસ્થળેજ મોત નિપજ્યા હતા. જ્યારે બે મહિલાઓએ જૂનાગઢમાં સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતા.

આંખ ખુલી ત્યારે બસની બહાર હતો
હું બપોરે મારા ગામ પ્રેમપરાથી વિસાવદર જવા આ બસમાં ચઢ્યો હતો. શું બન્યું તે કાંઇ ખબરજ ન પડી. પણ આંખો ખુલી ત્યારે હું બસની બહાર હોઉં એવું દેખાયું. હતું. - ભીખાભાઇ ચાવડા, ઇજાગ્રસ્ત

17 લોકોને સારવાર માટે ખસેડાયા
જૂનાગઢની એક ખાનગી ટ્રાવેલ્સની સિટી રાઇડ બસ આજે બપોરે સાવરકુંડલાથી જૂનાગઢ આવવા નિકળી હતી. બસ બપોરે 2 વાગ્યે વિસાવદર તાલુકાના લાલપુર અને વેકરિયા વચ્ચે પહોંચી ત્યારે તેનું ડાબી બાજુનું વ્હીલ નિકળી જતાં ડ્રાઇવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને તે પલ્ટી ખાઇ ગઇ હતી. આડી પડી ગયેલી બસને સીધી કરી બસમાંથી મૃતકો અને ઘાયલોને બહાર કાઢ્યા હતા. 17 લોકોને વધુ સારવાર માટે જૂનાગઢ સિવીલમાં ખસેડાયા હતા.

ડ્રાઇવર નશામાં બસ ચલાવતો હોવાનો મુસાફરોનો આક્ષેપ 
અકસ્માત બાદ બસની ઉપરનું છાપરું તૂટીને અલગ થઇ ગયું હતું. આ ઉપરાંત ડ્રાઇવર નશામાં બસ ચલાવતો હોવાનો આક્ષેપ બસમાં મુસાફરી કરતાં પેસેન્જરોએ લગાવ્યો હતો. અને બસમાં લગભગ 27 જેટલા મુસાફરો બેઠેલા હતા. 

અકસ્માતમાં મૃતકના નામ 

 • વાલજી મોલડીયા (રે. લાલપુર)
 • ભીખાભાઇ જોગડિયા (રે. જૂનાગઢ)
 • સલીમ બ્લોચ (રે. વિસાવદર)
 • શામજી મકવાણા (રે. જીરા)
 • નયનાબેન વડેરા (રે. ચલાલા)
 • લાભુબેન ગોવિંદભાઇ (રે. વિસાવદર)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો