પ્રેરણા / યુવાનોનું જળસંચય, દોઢ કિમીની કેનાલ બનાવી 10 એકરથી મોટું તળાવ ભર્યું, 500 એકર જમીનને ફાયદો

દોઢ કિમીની સ્વમહેનતે કેનાલ બનાવી તળાવ ભર્યું
દોઢ કિમીની સ્વમહેનતે કેનાલ બનાવી તળાવ ભર્યું

  • માણાવદર તાલુકાનાં વેકરી ગામનું પ્રેરણાદાયી પગલું, વર્ષોથી ખાલી રહેતું તળાવ માનવ મહેનતે છલકાઈ ગયું

Divyabhaskar.com

Sep 16, 2019, 10:32 AM IST

માણાવદર: માણાવદર તાલુકાના નાનકડા વેકરી ગામમાં યુવા ખેડૂતોની કોઠાસૂઝ અને દીર્ઘ દ્રષ્ટિથી દોઢ કિલોમીટર લાંબી નહેર બનાવી મહેનત કરી શ્રમદાન કર્યું. ભરઉનાળે પરસેવો પાડી આજે લગભગ દશેક એકરથી મોટું તળાવ પાણીથી ભરાઇ ગયું છે. લગભગ પાંચસો એકર જમીનમાં આ પાણીથી ફાયદો થશે. આ તળાવની જળ સંગ્રહશક્તિ લગભગ 01.04 એમસીએફટી હશે. માણાવદર તાલુકાનાં વેકરી ગામે આવેલું "કમઠ' નામનું તળાવ માત્ર ભાદર નદી ઓવરફ્લો થતાં પાણી આવતું હતું. જો કે છેલ્લા ઘણાં વર્ષોથી સારો વરસાદ ન થવાને કારણે આ તળાવમાં પાણી આવ્યું ન હતું. જો કે આ બાબતે ગામનાં ખેડૂતોએ અનેક રજૂઆતો સરકારમાં કરવા છતાં કોઇ પરિણામ ન આવતાં અંતે તેઓએ જાતે આ તળાવ ભરવાનો સંકલ્પ લીધો અને કહેવાય છે કે ને મહેનતનો કોઇ પર્યાય નથી તેમ તેઓએ કરેલી મહેનત રંગ લાવી.

તાલુકા પંચાયતના સદસ્યનું પણ માર્ગદર્શન મળ્યું હતું

દોઢ કિલોમીટર લાંબી કેનાલ બની જતાં આ વર્ષે ભાદરવે સારો વરસાદ પડી જતાં આ તળાવ હાલ છલોછલ ભરાઇ ગયું છે. જો કે આ બાબતે તાલુકા પંચાયતનાં સદસ્ય રામશીભાઇ ખોડભાયાનું પણ માર્ગદર્શન મળ્યું હતું. ત્યારે હાલ આ વિસ્તારનાં ખેતરો માટેની પાણી સમસ્યા હલ થઇ ગઇ છે. તો બીજી તરફ તેમણે કરેલું આ કામ ખરેખર જળસંચય બાબતે જો દરેક ગામનો યુવા કરવા માંડે તો પાણીની સમસ્યા આપમેળે હલ થઇ જાય તેમ છે. અંતમાં ખેડૂતોએ ઉમેર્યું હતું કે જો સરકાર નાળા - પુલીયાનું કામ મંજૂર કરવામાં આવે તો જે રસ્તાનું ધોવાણ થાય છે તે અટકી શકે તેમ છે.

પાણી બચાવવાની જવાબદારી માત્ર સરકારની હોતી નથી

આમ જોવા જઇએ તો પાણી બચાવવા કે જળસંચયની કામગીરી માત્ર સરકારની નથી. જો દરેક ગામનો નાગરીક પાણી બચાવવા માટે જાગૃત થઇ જાય તો અબજો ગેલન વરસાદી પાણી જે વેડફાય જાય છે તેનો સરળતાથી સંગ્રહ થઇ શકે તેમ છે. -નિલેશ પાણખાણિયા ખેડૂત

વર્ષોથી ખાલી રહેતું તળાવ હવે ક્યારેય ખાલી નહીં રહે

વર્ષોથી જે તળાવે પાણી જોયું ન હતું તે તળાવમાં દોઢ કિમીની કેનાલ બનાવી પાણી વાળી દેવાતાં હવે આગામી વર્ષે વરસાદ સારો પડશે તો આ તળાવ હવે ક્યારેય ખાલી નહીં રહે જે ખરેખર માનવ શક્તિનું એક ઉમદા ઉદાહરણ છે.

X
દોઢ કિમીની સ્વમહેનતે કેનાલ બનાવી તળાવ ભર્યુંદોઢ કિમીની સ્વમહેનતે કેનાલ બનાવી તળાવ ભર્યું

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી