સિવિલ હોસ્પિટલની અગાસી પરથી યુવતીએ આત્મહત્યાની કોશિશ કરી, સ્ટાફે રેસ્ક્યૂ કરી બચાવી લીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવતીએ આત્મહત્યાની કોશિશ કરી - Divya Bhaskar
યુવતીએ આત્મહત્યાની કોશિશ કરી

જૂનાગઢ:શહેરની સિવિલ હોસ્પિટલની અગાસી પરથી એક યુવતીએ આત્મહત્યાની કોશિશ કરી હતી. જો કે સિવિલ હોસ્પિટલના સ્ટાફને જાણ થઈ જતા સ્ટાફે રેસ્ક્યૂ કરી યુવતીને બચાવી લીધી હતી. આ યુવતીએ ક્યાં કારણોસર આત્મહત્યાની કોશિશ કરી હતી. તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

મહિલાને સમજાવીને બે યુવકોએ બચાવી લીધી:મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક મહિલાને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જોકે, મહિલાએ પાંચમા માળે એડમિટ હતી. તેણે આજે શનિવારે હોસ્પિટલની અગાસી ઉપર ચડી ગઇ હતી. અગાસી ઉપરથી કૂદકો મારવાની તૈયારી કરી હતી. જોકે, હોસ્પિટલના ચોકીદાર આ મહિલાને જોઈ ગયો હતો. અને અન્ય લોકોને મદદ માટે બોલાવી લીધા હતા. મહિલાને સમજાવીને બે યુવકોએ બચાવી લીધી હતી.સુત્રોના જણાવ્યા પ્રમાણે બે દિવસથી મહિલાને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. સાથે સાથે એ પણ જાણવા મળ્યું હતું કે મહિલાએ આ બીજી વખત આત્મહત્યાનું પગલું ભર્યું છે. આ મહિલા શહેરમાં રહેતા ભદ્ર સમાજની હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. પોલીસે આ અંગે માહિતી આપવાની સ્પષ્ટ ના પાડી હતી. આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલની નીચે લોકોના ટોળા એકઠાં થયા હતા. મહિલાને બચાવવાની ઘટનાને ટોળામાં રહેલા વ્યક્તિએ મોબાઇલમાં કેદ કરી લીધી હતી.
(રિપોર્ટ- સરમણ ભજગોતર)