બે આરોપીને લંડનથી લાવવા SPએ જૂનાગઢ જેલનું ચેકીંગ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લંડનની એનઆરઆઇ મહિલાએ બાળકને દત્તક લીધા બાદ હત્યા કરાવી હતી 

જૂનાગઢ:બે વર્ષ પહેલાં કેશોદ પાસેથી મોડી રાત્રે બાળકનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યા બાદ બે શખ્સોએ તેને છરી મારી દીધી હતી. સાથે તેના બનેવીને પણ છરીના ઘા ઝીંક્યા હતા. આ બનાવમાં બંનેના મોત થયા હતા. જે બાળકની હત્યા થઇ તેને લંડનની મહિલાએ દત્તક લીધો હતો. અને બાદમાં તેની હત્યા કરાવી નાંખી હતી.

લંડનના આરોપીઓને જૂનાગઢ લાવવાની તજવીજ હાથ ધરાઈ
આ બનાવમાં જૂનાગઢ પોલીસે લંડન પોલીસને જાણ કરતાં લંડન પોલીસે લંડન રહેતી એનઆરઆઇ મહિલા અને માળિયા હાટીનાના ત્યાં રહેતા એક શખ્સની ધરપકડ કરી છે. લંડનની કોર્ટમાં તેનો કેસ પણ ચાલે છે. બંનેને જૂનાગઢ ડીપોર્ટ કરવા માટે લંડનનાં જેલ અધિકારી અેક વખત જૂનાગઢ જેલની મુલાકાત લઇ ચૂક્યા છે. દરમ્યાન લંડનની કોર્ટે જૂનાગઢ જેલમાં કેટલી બેરેકો છે, તેમાં કેટલી જગ્યા છે અને હાલ કેટલા કેદીઓને રખાયા છે, એ કેદી માટે સરેરાશ કેટલી જગ્યા છે, કેદીને રહેવા માટે કેટલી સુવિધા છે, વગેરે વિગતો માંગી છે. જેને પગલે જૂનાગઢનાં એસપી સૌરભસિંઘે જેલની મુલાકાત લઇ રીપોર્ટ તૈયાર કર્યો હતો. આ ગુનામાં બે આરોપીઓ ભારતમાં હોઇ તેને પોલીસે ઝડપી લીધા છે. જ્યારે લંડનમાં પકડાયેલી મુખ્ય આરોપી મહિલા અને તેના 1 સાગ્રીતને લાવવા માટેની કવાયત ચાલી રહી છે. એમ એસપીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...