જૂનાગઢના નિવૃત્ત હેડ કોન્સ્ટેબલ ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ..’ગાતા ગાતા ડાયસ પર જ ઢળી પડ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીત ગાતા ગાતા જ ઢળી પડ્યા અને અંતિમશ્વાસ લીધા
  • અચાનક જ હાર્ટએટેક આવતા મોત નીપજ્યું, હોટલમાં મેડિકલ કંપનીનો કાર્યક્રમ યોજાયો હતો

જૂનાગઢ: શહેરના બાયપાસ હાઇવે પર રોડ પર આવેલી એક હોટલમાં મેડિકલ કંપનીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૂનાગઢના નિવૃત્ત હેડ કોન્સ્ટેબલ રતિભાઇ પરમાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદની રચના જનની જોડ સખી નહીં જડે રે લોલ ગાઇ રહ્યા હતા. ત્યારે અચાનક જ હાર્ટએટેક આવતા ડાયસ પર જ ઢળી પડ્યા હતા અને તેનું મોત નીપજ્યું હતું. તેઓ ઢળી પડ્યા તે દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. 

બનાવથી કાર્યક્રમમાં સન્નાટો છવાઇ ગયો
આ બનાવથી કાર્યક્રમાં સન્નાટો છવાઇ ગયો હતો. રતિભાઇ જ્યારે લોકગીત ગાઇ રહ્યા હતા ત્યારે શ્રોતાઓ પણ સાંભળવામાં મંત્રમુગ્ધ બની ગયા હતા. પરંતુ ગીત પૂરૂ થાય તે પહેલા જ રતિભાઇને હાર્ટએટેક આવતા ઢળી પડ્યા હતા અને અંતિમશ્વાસ લીધા હતા. તેમના મૃત્યુ અંગેની જાણ થતા અમૃતનગરમાં રહેતા તેમના પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. 

(અતુલ મહેતા, જૂનાગઢ)  

અન્ય સમાચારો પણ છે...