માવઠું / સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો, માળિયામાં બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો, ખેડૂતો ચિંતિત

rain fall in maliyahatina area and change atmosphere in saurashtra

  • અરબી સમુદ્રમાં સર્જાયેલા લોપ્રેશરને કારણે રાજ્યમાં બે દિવસ વરસાદ પડવાની આગાહી

Divyabhaskar.com

Dec 04, 2019, 05:06 PM IST

રાજકોટ/જૂનાગઢ: અરબી સમુદ્રમાં સર્જાયેલા લોપ્રેશરને કારણે રાજ્યમાં બે દિવસ વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગઇકાલે મંગળવારે કેશો, માળિયાહાટીના, કુતિયાણા પંથકમાં એકથી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારે સતત બીજા દિવસે પણ માળિયાહાટીના પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ધોધમાર વરસાદી ઝાપટુ વરસી જતા રસ્તાઓ પર પાણી વહેતા થઇ ગયા હતા. કપાસ અને મગફળીનો પાક નિષ્ફળ કર્યા બાદ હવે કમોસમી વરસાદથી જીરા, ચણા અને ઘઉંના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. આથી ખેડૂતો ચિંતિત થયા છે.

માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં મગફળી અને કપાસનો પાક પડ્યો છે

સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડમાં હાલ મગફળી અને કપાસની બમ્પર આવક થઇ રહી છે. માર્કેટ યાર્ડમાં એવી કોઇ વ્યવસ્થા પણ નથી હોતી કે અચાનક કમોસમી વરસાદ પડે અને પાકને ઢાંકી શકાય. આથી ખેડૂતો સહિત વેપારીઓ પણ કમોસમી વરસાદથી ચિંતિત બન્યા છે. સૌરાષ્ટ્રમાં સવારે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. બાદમાં તડકો અને બપોર બાદ અમુક વિસ્તારોમાં વાદળો જોવા મળી રહ્યા છે.

(સરમન ભજગોતર, જૂનાગઢ)

X
rain fall in maliyahatina area and change atmosphere in saurashtra

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી