તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાંટવાના વર્ગ-4ના વીજ કર્મચારી પાસે 1 કરોડથી વધુની સંપત્તિ, ACBએ ગુનો નોંધ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઓડી, ફોર્ચ્યુનર, એન્ડેવર, ઇનોવા અને મર્સીડીઝ જેવી કાર ધરાવે છે

જૂનાગઢ: વેરાવળમાં રહેતા અને બાંટવા પીજીવીસીએલ સર્કલમાં ઇલેકટ્રીકલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં વર્ગ-4નાં કર્મચારી પાસે તેની આવકનાં પ્રમાણમાં 89.12 ટકા વધુ મિલ્કત હોવાનો કેસ એસીબીએ કર્યો છે. ફરિયાદમાં તેમની પાસે રૂ.1 કરોડથી વધુનીમિલકત હોવાનું જણાવાયું છે.

સગા-સંબંધી અને મિત્રોના નામે મિલ્કતોમાં રોકાણ
એસીબી દ્વારા સરકારી અધીકારીઓ અને કર્મચારીઓ દ્વારા અન્ય વ્યકિતઓ અને સગા-સંબંધી મિત્રોનાં નામે મિલકતોમાં રોકાણ અંગેનાં કેસો કરાયાં છે. જેમાં બાંટવા વીજ સર્કલમાં ફરજ બજાવતાં વર્ગ-4 નાં ઇલેકટ્રીક આસીટન્ટન્ટ ભરતભાઇ સાજણભાઇ ગરચરનો પણ સમાવેશ થાય છે. જૂનાગઢ એસીબીનાં આસી. ડાયરેકટર બી.એલ.દેસાઇએ તેમની સામે તપાસ શરૂ કરી છે. એસીબીએ 5 મહિનાથી તપાસ હાથ ધરી છે

તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે
તેમની સામે એસીબીએ 5 માસથી હાથ ધરેલી તપાસમાં રૂ.1,03,22,597 ની બેનામી મિલકતો હોવાનું જણાયું હતું. તેમની પાસે ઓડી, ફોર્ચ્યુનર, એન્ડેવર, ઇનોવા અને મર્સીડીઝ જેવી કાર પોતાનાં નામે છે. આ ઉપરાંત તેમના ફોટોગ્રાફનાં આધારે સોનાના ઘરેણામાં પણ રોકાણ કર્યુ હતું તો તેમનાં બેંક એકાઉન્ટમાં રૂ.65,80,200 જેવી રોકડ જમા કરાવી હતી. જે પૈકી 56,23,200 રૂ.નોટબંધી જાહેર થયાના સમય પછી ફક્ત 3 વર્ષનાં સમયમાં બેંક ખાતામાં જમા કરાવ્યાં હતાં. આ અંગે તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...