વાયુની અસર / 'વાયુ' વાવાઝોડાથી તારાજી, પોરબંદરમાં ભૂતેશ્વર મંદિર ધરાશાયી, માધવપુરમાં મકાન પડતા ત્રણને ઇજા

પોરબંદરમાં દીવાદાંડી નજીક આવેલું ભૂતેશ્વર મહાદેવ મંદિર ધરાશાયી થયું
પોરબંદરમાં દીવાદાંડી નજીક આવેલું ભૂતેશ્વર મહાદેવ મંદિર ધરાશાયી થયું

  • 60 કિમીની ઝડપે ફૂંકાતા પવનથી સોમનાથ મંદિરના પ્રવેશદ્વારના શેડના પતરા ઉડ્યા

Divyabhaskar.com

Jun 13, 2019, 04:52 PM IST

પોરબંદર: 'વાયુ' વાવાઝોડાથી તારાજીની શરૂઆત થઈ ગઈ છે. જેને પગલે પોરબંદરની જૂની દીવાદાંડી નજીક આવેલું 50 વર્ષ જૂનું ભૂતેશ્વર મહાદેવનું મંદિર ધરાશાયી થયું છે. દરિયાના મોજાના કારણે મંદિર તૂટ્યું હતું. મંદિરનો મોટો ભાગ દરિયામાં તણાયો હોવાનું જાણવા મળ્યું છે. જો કે કોઇ જાનહાનિ થઇ નથી. વાયુ વાવાઝોડાને પગલે મંદિરમાં કે તેની આસપાસનાં વિસ્તારમાં કોઇ હતું નહીં જેના કારણે મોટી જાનહાનિ ટળી છે. આ સિવાય માધવપુરમાં પણ ભારે પવનને કારણે એક મકાન ધરાશાયી થયું છે. જેના કારણે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમજ પોરબંદર જૂની એસ.પી. કચેરીની છત પરથી જીસ્વાન ટાવર પડતા કનેક્ટિવિટી ફેઇલ થઇ ગઇ છે. જૂનાગઢના સક્કરબાગ પાસે એક વૃક્ષ એક્ટિવા લઇને જતા કરણ બથવાર નામના યુવાન પર પડતા તેને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

સોમનાથ મંદિરના પ્રવેશદ્વારના શેડના પતરા ઉડ્યા

વાયુ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇ રહ્યું હોવાથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તેની અસર થશે. વહેલી સવારથી જ સોમનાથ-વેરાવળમાં 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જેનાથી સોમનાથ મંદિરના પ્રવેશદ્વાર પર જ ઉભા કરાયેલા શેડને નુકસાન પહોંચ્યું છે. શેડના પતરા ભારે પવનને કારણે ઉડતા લોકોમાં ભયનો માહલો ઉભો થયો હતો. બાદમાં બચી ગયેલા પતરાને મંદિરના વહીવટી તંત્રએ ઉતરાવી લીધા હતા.તો આ તરફ વેરાવળમાં ભારે પવન ફુંકાતાં રેલવે સ્ટેશનનું બોર્ડ ઉડી ગયું હતું અને કોલેજની દીવાલ ધરાશાયી થઈ હતી. વેરાવળનો દરિયો તોફાની બનતા કિનારા પર લાંગરેલી એક બોટ દરિયામાં ડૂબી ગઇ હતી.

સોનગઢ રેલવે સ્ટેશન પર બાંકડા ઊડી રેલવે ટ્રેક પર પડ્યા

ભાવનગરના સોનગઢમાં ભારે પવન ફૂંકાવાના કારણે રેલવે સ્ટેશન પર બાંકડા ઉડીને રેલવે ટ્રેક પર જઈને પડ્યા હતા. સદનસીબે તેના કારણે કોઈને ઈજા થઈ નહોતી. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ રેલવે તરફથી સૌરાષ્ટ્રની ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે.

X
પોરબંદરમાં દીવાદાંડી નજીક આવેલું ભૂતેશ્વર મહાદેવ મંદિર ધરાશાયી થયુંપોરબંદરમાં દીવાદાંડી નજીક આવેલું ભૂતેશ્વર મહાદેવ મંદિર ધરાશાયી થયું

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી