મર્ડર / વિસાવદરમાં ભાભીએ આખી જિંદગીના પાલન પોષણથી છૂટકારો મેળવવા દિવ્યાંગ દિયરની હત્યા કરી

દિયરની હત્યા કરનાર ભાભીની પોલીસે ધરપકડ કરી
દિયરની હત્યા કરનાર ભાભીની પોલીસે ધરપકડ કરી

  • વિસાવદરના ખીજડિયા ગામનો બનાવ, યુવાનના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી 
  • મોરબીમાં મહિલાનું ગળું દબાવી હત્યા કરી આરોપી રૂમને તાળું મારી નાસી છૂટ્યો 

Divyabhaskar.com

Aug 15, 2019, 02:20 PM IST

વિસાવદર/મોરબી: વિસાવદરના ખીજડિયા ગામે ભાભીએ માતા-પિતા વિનાના દિવ્યાંગ દિયરની ગળેટૂંપો દઈ હત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે.દિવ્યાંગ યુવાનનો ઘરના દરવાજા પાસેથી મૃતદેહ મળ્યો હતો અને ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી હતી. આ અંગે ફરિયાદ નોંધાઇ હતી અને મૃતદેહને પીએમ માટે જામનગર મોકલાયો હતો. પોલીસે પરિવારના સભ્યોની પુછપરછ હાથ ધરી ભાભી દયાબેન હાર્દિકભાઇ કાતરીયાની પુછપરછ કરતા આ હત્યા લાલજી કાતરીયા તથા ફેરી કરતા શખ્સે કરી હોવાનુ જણાવ્યું હતું. પરંતુ હત્યાનો ભેદ ઉકેલાયો ન હતો.

આખી જિંદગીના પાલન પોષણથી છૂટકારો મેળવવા હત્યાને કરી

ત્યાર બાદ પોલીસે મૃતકની ભાભી દયાબેનની સઘન પૂછપરછ કરતા તેમનો દિયર વિવેક ઉર્ફે કાનો રમેશ કાતરીયા(ઉ.વ.22) દિવ્યાંગ અને મંદબુદ્ધિનો હોય, પોતાને આખી જિંદગી પાલવવાનો થશે અને સાસુ સસરા પણ ન હોવાથી દિયરની જવાબદારી તેના પર આવી હોવાથી છુટકારો મેળવવા ભાભીએ ગળા પર દોરી વડે ટુપો દઇ હત્યા કરી હતી અને પોતાના સસરાના નામનો ઉલ્લેખ કરી ચિઠ્ઠી ખિસ્સામાં મુકી હોવાની કબુલાત કરી હતી. આ બનાવ અંગે પોલીસે હત્યાના ઉપયોગમાં લેવાયેલ ઓઢણી, દોરડુ અને ચિઠ્ઠી કબજે કરી કોર્ટમાં રજુ કરતા એક દિવસના રીમાંડ મંજુર કર્યા હતાં.

મોરબીમાં ગળું દબાવી મહિલાની હત્યા

મોરબીના લખધીરપુર રોડ પર આવેલા સ્માઇલ સીરામીક નામના એક ટાઈલસ ફેક્ટરીનાં ક્વાર્ટર એરિયામાં તાળું મારેલી ઓરડીમાં મંગળવારે રાત્રે અતિશય દુર્ગંધ આવતા આસપાસના લોકોએ ઓરડીનું તાળું તોડી ચેક કર્યું હતું. ઓરડીમાંથી એક મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવ બાદ સ્થાનિકોએ પોલીસને જાણ થતાં તાલુકા પોલીસ મથકનાં પીએસઆઇ એમ.વી.પટેલ અને સ્ટાફ દોડી ગયા હતા અને મૃતદેહનૉ કબ્જો મેળવી પીએમ માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડી હતી.પીએમ દરમિયાન મહિલાનું ગળું દબાવી હત્યા થઈ હોવાનું ખુલતા પોલિસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં મહિલાનું નામ રાધાબેન હોવાનું અને ઉમર અંદાજે 30 વર્સની આસપાસ હોવાનું જાણવા મળ્યું હતું. વધુ પૂછપરછ કરતાં તે સોનુ મૈયર નામના શખ્સ સાથે રહેતી હોવાનું જાણવા મળ્યું હતું સોનુએ તેનું ગળું દબાવી હત્યા કરી ફરાર થઈ ગયો હોવાનું ખુલ્યું હતું.બનાવ બાદ તાલુકા પોલીસે હત્યા અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી સોનુ મેયર અને મૃતક પતિ પત્ની છે કે પ્રેમી તેમજ હત્યા ક્યાં કારણસર કરી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.

X
દિયરની હત્યા કરનાર ભાભીની પોલીસે ધરપકડ કરીદિયરની હત્યા કરનાર ભાભીની પોલીસે ધરપકડ કરી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી