ઉના / ગાંગડામાં આડાસંબંધમાં માતા-પુત્રની હત્યા, 20 દી' પહેલા પતિએ આપઘાત કર્યો હતો, જેઠે મારી નાંખ્યાનો ભાઇનો આક્ષેપ

માતા-પુત્રના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા

  • પરિવારના સભ્યએ જ હત્યા કરી હોવાની પોલીસને શંકા, એકની અટકાયત કરી પૂછપરછ કરાઇ
  • 20 દિવસ પહેલા પતિએ આપઘાત કર્યો હતો તેનું કારણ પણ હજુ અકબંધ છે 
  • લાકડી અને પાઇપ વડે હત્યા કરી બંનેની લાશને કપાસના પાકમાં ઢસડીને નાંખી દીધી

Divyabhaskar.com

Nov 09, 2019, 12:38 PM IST

ઉના: ઉનાના ગાંગડા ગામે માતા-પુત્રની હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. વાડી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. ગઇકાલે સવારે 10 વાગે હત્યા કરી બંનેની લાશને ઢસડીને કપાસના પાકમાં ફેંકી દેવામાં આવી હતી. મૃતક મહિલાને અન્ય પુરૂષ સાથે આડાસબંધ હોય જેઠે જ હત્યા કરી હોવાનો મૃતકના ભાઇએ આક્ષેપ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાના પતિએ 20 દિવસ પહેલા જ ગળેફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. આ અંગે પણ હજુ કારણ અકબંધ છે.

લાકડી અને પાઇપના ઘા મારી હત્યા કરાઇ

ગાંગડા ગામે રહેતા અનકબેન કનુભાઇ ગોહિલ (ઉ.30) અને તેનો પુત્ર મહર્શી (ઉ.11)ની ગઇકાલે પાઇપ અને લાકડીના ઘા મારી હત્યા નીપજાવવામાં આવી હતી. માતા-પુત્રની હત્યા પરિવારના જ એક સભ્ય દ્વારા કરવામાં આવી હોવાની પોલીસને શંકા છે. પોલીસે એક શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. અનકબેનને પતિ કનુભાઇએ પણ 20 દિવસ પહેલા ગળેફાંસો ખાય આપઘાત કરી લીધો હતો.

મૃતક મહિલાના ભાઇએ આડાસંબંધમાં હત્યા થઇ હોવાનું કહ્યું

મૃતક મહિલાના ભાઇ લખુભાઇએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હું મારી વાડીએ હતો. મને ખાટુભાઇનો ફોન આવ્યો ત્યારે ખબર પડી કે મારા બેનનું મૃત્યું પામ્યું છે એ માટે મને બોલાવ્યો છે. મારી બહેનની હત્યા ત્યાં વાડીના ખુણે જ કરી હતી બાદમાં ઢસડીને કપાસના પાકમાં નાંખી દીધી હતી. 20 દિવસ પહેલા મારા બનેવીએ આપઘતા કર્યો હતો તેમાં એ બે પતિ-પત્ની વચ્ચે ઝઘડો હશે અને તેવું બની ગયું હશે. મારી બહેન અને ભાણેજને પાઇપ અને લાકડી વડે મારી હત્યા કરી છે.

મારી બહેન અને મહેન્દ્રભાઇ વચ્ચે આડાસંબંધ હતા

મને શંકા મારી બહેનના જેઠ પ્રતાપભાઇ પર છે. મારા બનેવીના સગા ભાઇ છે. સનખડાના મહેન્દ્રભાઇ અને મારી બહેન વચ્ચે આડાસંબંધ ચાલતા હતા. મહેન્દ્રભાઇ કંઇ કરતા નથી અને પોલીસ પાછળ રખડી હપ્તા ઉઘરાવી દે છે. મારા બહેન અને મહેન્દ્રભાઇને જોઇ જતા મારી મારી બહેનને મારી નાંખી હતી.

(અહેવાલ-તસવીર: જયેશ ગોંધિયા, ઉના)

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી