વરસાદ / ખાંભા સહિત ગીર-સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, મગફળીના પાક પર પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં

ખાંભા સહિત ગીર-સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે અનરાધાર વરસાદ

  • ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં એક કલાકમાં 2 ઇંચ વરસાદ
  • ખેડૂતોના કપાસ અને મગફળીના પાક પર પાણી ફરી વળ્યાં
  • ગીર-સોમનાથ, તલાલા અને કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો અનરાધાર વરસ્યો

Divyabhaskar.com

Oct 11, 2019, 09:42 PM IST

અમરેલી, જૂનાગઢઃ ખાંભા અને ગીર સોમનાથની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. ખાંભાના કતારપરા સહિત આસપાસના ગામોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે સામાન્ય જનજીવન ખોરવાય ગયું છે. ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા એક કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. વરસાદના વિરામ બાદ ખેડૂતોએ મગફળીનો પાક લીધો હતો. જેમાં વરસાદે વિઘ્ન નાંખ્યું છે. વરસાદને કારણે મગફળીનો પાક નિષ્ફળ જવાની શક્યતાઓને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.

ગીર-સોમનાથના અનેક વિસ્તારોમાં વરસાદ
ગીર-સોમનાથ પંથકની આસપાસના ગામોમાં પણ વરસાદે માઝા મૂકી છે. જિલ્લાના નાવુંદ્ર, કોડીધરા, મેઘપુર, માથાસુળિયા, ભેટાળી સહિતના ગ્રામ્યપંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા એક કલાકમાં અહીં દોઢ ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થયું છે. ગીરના ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે રાવલ નદીમાં પૂર આવ્યું છે. આ ઉપરાંત તલાલાના માધુપુર, જસાધાર, જાંબુર અને જશાપુર સહિત કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યાં છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી