‘વાયુ’ વાવાઝોડું / ખતરો ટળતાં ભૂપેન્દ્રસિંહ અને વાઘાણી સોમનાથ દાદાના શરણે, કુદરતને આપણે ન રોકી શકીએ, કુદરત જ રોકી શકે

Bhupendrasinh Chudasma pray to Somnath Dada we can not stop nature, nature can stop only

  • વેરાવળ સોમનાથ ખાતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રાજ્ય સરકારે પ્રભારીના રૂપમાં મોકલ્યા છે
  • વાઘાણીએ સોમનાથ મહાદેવની પૂજા કરી ,'સંકટ હરિ લે મહાદેવ' પ્રાર્થના કરી

Divyabhaskar.com

Jun 13, 2019, 03:19 PM IST

સોમનાથ: રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ભગવાના સોમનાથના શરણે છે. વાવાઝોડું વાયુના સંભવિત અસરો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીની કામગીરી માટે રાજ્ય સરકારે પ્રભારીઓની નિમણૂંક કરી હતી. તેમાં તેમને ગીર સોમનાથ ફાળવાયો હતો. ગાંધીનગરથી મુખ્યમંત્રી અને વિવિધ વાવાઝોડા પ્રભાવિત જિલ્લામાં મંત્રીઓ છે. ત્યારે ભૂપેન્દ્રસિંહ વેરાવળ સોમનાથ ખાતે બે દિવસથી રોકાયા છે. વાયુ વાવાઝોડાનો સીધો ખતરો ટળતા તેમણે જણાવ્યું હતું કે, કુદરતને આપણે ન રોકી શકીએ કુદરત જ પોતે રોકી શકે છે, કુદરતને રોકનાર આપણે કોણ?

Gujarat Minister Bhupendrasinh Chudasama on Somnath Temple remains open despite alert issued in view of #CycloneVayu: Ye kudrati aafat hai, kudrat hi rok sakti hai, to kudrat ko hum kya rokein (this is a natural disaster, only nature can stop it, who are we to stop nature). pic.twitter.com/DvUZRlUChw

— ANI (@ANI) June 13, 2019

એલર્ટ વચ્ચે સોમનાથ મંદિર ખુલ્લું
ભૂપેન્દ્રસિંહ જણાવ્યું હતું કે, વાવાઝોડા વાયુ હોવા છતા મંદિર બંધ કરાયુ નથી. અમે યાત્રીઓને વિનંતી કરી છે કે મુલાકાત ન લો. પરંતુ આરતી વર્ષોથી થતી આવી છે તેને અમે બંધ ન કરી શકીએ.

જીતુભાઇ વાઘાણી પણ સોમનાથ મહાદેવના શરણે પહોંચ્યા

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકારે વાવઝોડાને લઈ માઈક્રો પ્લાનિંગ કર્યું છે. વાવોઝોડુ નીકળી જાય અને નુકશાન ન થાય અથવા ઓછામાં ઓછું નુકશાન થાય તેવી મહાદેવને પ્રાર્થના કરી છે. જ્ંયા સુધી સત્તાવાર જાહેરાત ન કરે ત્યાં સુધી કશુ કહેવું વહેલું છે. હાલ સરકાર અને વિજયભાઈ સાથે સતત સંપર્કમાં છીએ, પળ પળેની માહિતી આપવામાં આવી રહી છે. જે કંઈ સૂચના આવે છે તેનું પાલન કરીએ છીએ. જ્યાં મુશ્કેલી હશે ત્યા દોડી જશું. હાલ કશું કહેવું વહેલું છે. ખોટો મેસજ જશે તો દરિયાખેડુ વળી દરિયે જશે. હાલ સરકાર જ જાહેરાત કરશે.

આવા સમયે રાજકારણ નહીં લોકો સાથે રહેવું જોઇએ: અમિત ચાવડા

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ રાજકોટની મુલાકાતે આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને લઈને કોંગ્રેસ તંત્ર અને લોકો સાથે છે, કોંગ્રેસ દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં કન્ટ્રોલરૂમ શરૂ કરાયા છે અને કોંગ્રેસના કાર્યકરો લોકોની વચ્ચે છે. ભાજપના નેતા પ્રદીપસિંહ વાઘેલાએ ટ્વીટ કરીને કોંગ્રેસ પર કરેલા કટાક્ષનો જવાબ આપતા જણાવ્યું હતું કે, દુઃખના સમયે રાજકારણ કરવું એ ભાજપની નિમ્ન કક્ષા બતાવે છે. આવા સમયે રાજકારણ ન કરવું જોઈએ અને લોકો સાથે રહેવું જોઈએ.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ દરિયાકાંઠા વિસ્તારના લોકો સાથે સીધો સંવાદ કર્યો

ગીર-સોમનાથ જિલ્લાનાં વાયુ વાવાઝોડા અસરગ્રસ્ત 100 જેટલા ગામોમાં જિલ્લા વહિવટીતંત્ર અને પદાધીકારીઓની બનેલી 20 ટીમોએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ પહોંચી હતી અને અસરગ્રસ્ત વિસ્તારોનાં આજે ક્ષેમકુશળ પૂછ્યા હતા. એક ટીમ દ્વારા પાંચ ગામની આજની એક મુલાકાત દરમિયાન 20 ગામોની મુલાકાત લેવાનું આયોજન જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરાયું હતું. તે અંતર્ગત આજે મોટાભાગના વિસ્તારોમાં જે તે ટીમે પહોંચી જઇને અસરગ્રસ્તોની સાર સંભાળ લીધી હતી.

X
Bhupendrasinh Chudasma pray to Somnath Dada we can not stop nature, nature can stop only

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી