તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નમામિ દેવી નર્મદે કાર્યક્રમમાં મંત્રી જયેશ રાદડિયાના ચાલુ ભાષણમાં ફોટોગ્રાફરને હાર્ટએટેક આવતા ઢળી પડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફોટોગ્રાફરને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડાયો - Divya Bhaskar
ફોટોગ્રાફરને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડાયો
  • ફોટોગ્રાફરને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખસેડાયો

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં જિલ્લાકક્ષાના નમામિ દેવી નર્મદે કાર્યક્રમ નરસિંહ મહેતા સરોવર, શહીદ સ્મારક ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રી જયેશ રાદડિયા, ગોરધન ઝડફીયા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જયેશ રાદડિયાનું ભાષણ ચાલુ હતું અને કોર્પોરેશનના ફોટોગ્રાફર ભરતભાઇ સાવલિયા ઢળી પડ્યા હતા. આથી તેઓને એમ્બ્યુલન્સ મારફત જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ભરતભાઇને માઇનોર હાર્ટએટેક આવ્યો હતો. હાલ સ્થિતિ સુધારા પર છે.

સમગ્ર રાજ્યમાં કાર્યક્રમની ઉજવણી થઇ રહી છે


નમામિ દેવી નર્મદે કાર્યક્રમની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઇ રહી છે ત્યારે જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર ગુજરાતના લોકો માટે આનંદનો દિવસ છે. સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટીએ ભરાય ગયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સપનું હતું કે, સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટીએ ભરાય. આજે તેનું આ સપનું પૂરૂ થતા તેઓ પોતાના જન્મદિવસે સરદાર સરોવર ડેમે આવી મા નર્મદાના વધામણા કર્યા છે. નમામિ દેવી નર્મદેની ઉજવણીના ભાગરૂપે આજે હું જૂનાગઢના કાર્યક્રમમાં આવ્યો છું. જયેશ રાદડિયાએ નરસિંહ મહેતા સરોવર ખાતે આરતી ઉતારી હતી. તેમજ વૃક્ષારોપણ કર્યું હતું.  રાજકોટમાં આજીડેમ ખાતે સાંસદ મોહન કુંડારીયાએ  નીરના વધામણા કરી નમામિ દેવી નર્મદે કાર્યક્રમની ઉજવણી કરી હતી.

(અતુલ મહેતા, જૂનાગઢ)

અન્ય સમાચારો પણ છે...