નિર્ણય / મહા વાવાઝોડું ટળતા રદ થયેલો સોમનાથનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો 11થી 15 નવેમ્બરે યોજાશે

kartiki purnima fair on 11 to 15 november in somnath

  • સોમનાથ ટ્રસ્ટ અને વહીવટી તંત્રની બેઠકમાં નિર્ણય લેવાયો 

Divyabhaskar.com

Nov 08, 2019, 01:04 PM IST

વેરાવળ: અરબી સમુદ્રમાં સર્જાયેલું મહા વાવાઝોડું દરિયામાં જ સમાઇ ગયું છે. જો કે તેનો એક છેડો સોરઠનાં સમુદ્ર તટીય વિસ્તારોને અસર કરી ગયો હતો. મહા વાવાઝોડાની દહેશતને પગલે અગાઉ ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટે કાર્તિકી પૂર્ણિમાંનો મેળો રદ કરવાની જાહેરાત કરી હતી. જો કે હવે વાવાઝોડાનો ખતરો ટળી જતાં મેળો યોજવા માટે આજે સોમનાથ ટ્રસ્ટ અને તંત્રની બેઠક યોજાઇ હતી. જેમાં મેળો 11થી 15 નવેમ્બર સુધી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

પહેલા 8 નવેમ્બર એટલે આજે મેળો યોજાનાર હતો

ગઇકાલે સ્ટોલનાં પૈસા ભર્યા હતાં એ લોકો ટ્રસ્ટી ઓફિસે પૈસા માંગવા જતાં તેઓને મેળો યોજાનાર હોવાનું જણાવાયું હતું. જો કે અગાઉ તા.8નાં રોજ શરૂ થનાર મેળાની તારીખ હવે 11થી 15 નવેમ્બર કરવામાં આવી છે. મેળો યોજાનાર હોય ભાવિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

(જયેશ ગોંધિયા, ઉના)

X
kartiki purnima fair on 11 to 15 november in somnath
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી