તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્તિકી પૂર્ણિમાનો મેળો ખુલ્લો મુકાયો, જેલના કેદીઓના ભજિયાનો મહાનુભાવોએ સ્વાદ માણ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 15મી નવેમ્બર સુધીમાં રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમો

વેરાવળઃ સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો આજે સાંજે 6 વાગ્યે પ્રારંભ થયો હતો. ઢોલ શરણાઇના સુર અને ફટાકડાની ગુંજ વચ્ચે ગિર સોમનાથનાં કલેક્ટર અજય પ્રકાશનાં હસ્તે દિપ પ્રાગટ્ય કરી મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સોમનાથમાં આ વખતે 2 કુટિર મેળા યોજાયા છે. બંને મેળાનું રીબીન કાપીને ઉદ્ઘાટન કરાયું હતું. આ તકે કલેક્ટર અને અન્ય મહાનુભાવો દ્વારા રાજકોટ જેલનાં કેદીઓનાં ભજીયાં અને કેદીઓએ બનાવેલી અન્ય ચીજ વસ્તુઓના સ્ટોલને ખુલ્લો મૂકાયો હતો. કલેક્ટર સહિતનાં મહાનુભાવોએ આ મેળામાં ભજીયાનો સ્વાદ પણ માણ્યો હતો. 
 
ખાણી-પીણીના સ્ટોલમાં પણ ફર્યા હતા. મેળામાં લોકડાયરો અને સંતવાણીના પણ આયોજન થયા છે. જેમાં તા. 11 નવે. થી 15 નવે. દરમ્યાન રોજ રાત્રે જુદા જુદા કલાકારો આવશે. આ તકે સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, ધારાસભ્ય ભગવાનભાઇ બારડ, બીજ નિગમનાં ચેરમેન રાજશીભાઇ જોટવા, ફીશ એસો.નાં લખમભાઇ ભેંસલા, પાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, સોમનાથનાં ટ્રસ્ટી જે. ડી. પરમાર, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
 

પરિક્રમા પૂર્ણ :  5,61,392 ભાવિકો,વધુ એકનું મો
ગરવા ગિરનારના 36 કિમી જંગલમાં યોજાતી લીલી પરિક્રમા પૂર્ણ થઇ ગઇ છે. અત્યાર સુધીમાં 5,61,392 ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. જોકે ગત વર્ષ કરતા આ વર્ષે પરિક્રમાર્થીની સંખ્યામાં 50 ટકા જેટલો ઘટાડો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પરિક્રમા દરમિયાન વધુ એક યાત્રીકનું મોત થતા મૃત્યું આંક 4 પર પહોંચ્યો છે. વન વિભાગના જણાવ્યાનુસાર અત્યાર સુધીમાં  એટલે કે 11 નવેમ્બર સોમવાર સાંજના 6 સુધીમાં 5,61,392 ભાવિકોએ નળપાણીની ઘોડી વટાવી છે. જોકે હવે જંગલ ખાલી ખમ્મ થઇ રહ્યું છે. આમ, એક દિવસ વ્હેલી શરૂ થયેલી લીલી પરિક્રમા એક દિવસ વ્હેલી પૂર્ણ થઇ ગઇ છે. દરમિયાન વધુ એક યાત્રીકનું મોત થતા મૃત્યું આંક 4 થયો છે. હવે શહેરમાં ચહલ પહલ વધી ગઇ છે.