મોરારિ બાપુ અમારો બાપ છે માફી નહીં માગે અને માગવા નહીં દઇએ: રૂદ્રેશ્વર જાગીરના મહંત ઇન્દ્ર ભારતી બાપુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આપણા ધર્મ ઉપર વિદ્રોહીઓ આક્રમણ કરી રહ્યા છે તેનું રક્ષણ કરો

જૂનાગઢ: ભવનાથ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુએ નિલકંઠવર્ણી વિવાદને લઇને વીડિયો વાઇરલ કર્યો છે. જેમા તેઓએ જણાવ્યું હતું કે,  સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કહે છે કે મોરારિબાપુ માફી માગે પણ બાપુ શેની માફી માગે અને નિલકંઠ તો મહાદેવ નિલકંઠ જ કહેવાય. લાખા લાખ હોય પણ ફૂલાણીમાં ફેર હોય. કોઇ હિસાબે મોરારિબાપુ માફી નહીં માંગે અને અમે માફી પણ નહીં માગવા દઇએ. તે અમારો બાપ છે અમારો ધર્મ પ્રચારક છે. આજે રાષ્ટ્રની અંદર ધર્મનું પ્રચાર કર્યું તેવા લોકોને તમે માફી માગવાનું કહો તો કેટલી હદે વ્યાજબી કહેવાય.  સ્વામિનારાયણ મંદિરમા જાજો મૂર્તિ ડાબા હાથે આશિર્વાદ આપે છે તો ઉંધા હાથે માફી માગે ત્યાં શું કામ જવું જોઇએ. 

બાપુ આવા લોકો પાસે માફી ન મંગાય
સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય જે છે તે તો ગ્રહસ્થ પરંપરામાં છે. આજે હું સ્વામિનારાયણના સંતોને એક પ્રશ્ન કહેવા માગુ છું કે, તમારી પાસે જે સેવકો આવે છે તેને તમે ક્યાં હાથે આશિર્વાદ આપવા માગો છો. જમણા હાથે આશિર્વાદ આપોને તમે પણ. દરેક સંપ્રદાય અને ધર્મની અંદર જમણા હાથે આશિર્વાદ દેવાય છે. સ્વામિનારાયણ મંદિરની અંદર જે મૂર્તિઓ છે તે મૂર્તિઓના હાથ જોજો પહેલા અને ડાબા હાથે આશિર્વાદ આપે છે. એક સારા અને વરિષ્ઠ સાધુ પાસે તમે માફી મંગાવશો તો અમે માફી મંગાવવા જ નહીં દઇએ. બાપુ આવા લોકો પાસે માફી ન મંગાય. 

સીધા હાથે આશિર્વાદ આપે તેને પૂજો
અમારો ધર્મ સનાતન છે કોઇ સંપ્રદાય નથી. આપણા ધર્મ ઉપર વિદ્રોદીઓ આક્રમણ કરી રહ્યા છે અને તમે એમ કહો છો કે અમે સ્વામિનારાયણ છીએ પણ આ બધુ મુકો અને આપણે એક હિન્દુ છીએ. આપણા ધર્મનું રક્ષણ કરો. ઉંધા હાથે આશિર્વાદ આપે તે શું તમને આશિર્વાદ સુખી કરશે, સીધા હાથે આશિર્વાદ આપે તેને પૂજો. અનાદિકાળથી લિંગ પૂજા ચાલી આવે છે તો તેનો અનાદર ન કરો. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને વિનંતી છે કે તમે વિવાદમાં ન પડો અને મોરારિ બાપુ માફી નહીં માંગે.

(તસવીર: અતુલ મહેતા, જૂનાગઢ)  

અન્ય સમાચારો પણ છે...