વાયુ વાવાઝોડુ / જેલમાં નાંખો, મારી નાંખો પણ ઘર મુકીને નહીં જઇએ, NDRFની ટીમ સાથે માછીમારોની રકઝક

  • એનડીઆરએફની ટીમ સમજાવી રહી છે પરંતુ કોઇ માનવા તૈયાર નથી

Divyabhaskar.com

Jun 12, 2019, 01:30 PM IST

વેરાવળ: વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં 200 માછીમાર પરિવાર વસે છે. વાયુ વાવાઝોડાની અસર આ વિસ્તારમાં વધુ થવાની સંભાવના છે. મોડી રાત્રે આ વિસ્તારમાં દરિયાનું પાણી ઘૂસી જવાની પણ સંભાવના છે. ત્યારે એનડીઆરએફની ટીમ આ વિસ્તાર ખાલી કરવા ગયા ત્યારે માછીમાર હારૂનભાઇએ તેઓની સાથે માથાકૂટ કરી કહ્યું હતું કે, જેલામાં નાંખો, મારી નાંખો પણ અમારી બોટ મુકીને જશુ નહીં. સરકાર આજે આવીને કહે છે કે ખાલી કરો એમ ઘર મુકીને નહીં જઇએ.

લોકોના ટોળા ઉમટ્યા

માછીમારોનું કહેવું છે કે, જેલમાં નાંખો ત્યાં રોટલા મળશે પરંતુ ઘર નહીં છોડીએ. એનડીઆરએફની ટીમ સમજાવી રહી છે પરંતુ કોઇ માનવા તૈયાર નથી. ટીમ સાથેની રકઝકમાં લોકોના ટોળા ઉમટ્યા છે અને ઘર છોડવા કોઇ તૈયાર નથી.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી