ભાસ્કર વિશેષ / જૂનાગઢની આઝાદી; 9 નવેમ્બર બપોર સુધી કર્ફ્યુ હતો

ઉપરકોટની રાંગ ઉપર શામળદાસ ગાંધીએ તિરંગો ફરકાવ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓ હાજર રહ્યા હતા.
ઉપરકોટની રાંગ ઉપર શામળદાસ ગાંધીએ તિરંગો ફરકાવ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓ હાજર રહ્યા હતા.

  • આરઝી હકૂમત અને ભારતીય લશ્કર દાખલ થતાં જ લોકો માર્ગો પર ઉમટ્યાં

Divyabhaskar.com

Nov 09, 2019, 01:51 AM IST
જૂનાગઢ: જૂનાગઢનાં જીવન સંધ્યાએ પહોંચેલા વડીલો આજે પણ 1947માં વેઠેલા વિકટ દિવસો નથી ભૂલ્યાં. 15 ઓગસ્ટે દેશને આઝાદી મળી ગઇ હતી. પરંતુ જૂનાગઢે પાકિસ્તાનમાં ભળવાનો નિર્ણય કર્યા બાદ શહેરમાં સ્થિતિ તંગ હતી. 9 નવે. 1947 ના રોજ આઝાદી મળી તે પહેલાનાં દિવસોમાં આખા શહેરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. એ દિવસે પણ બપોર સુધી કર્ફ્યુ જ હતો. બપોરે મજેવડી ગેઇટ ખાતે કેપ્ટન હાર્વેજોન્સે ભારત સરકારનાં રીજીયોનલ કમિશ્નર નિલમ બુચનાં હાથમાં શરણાગતિનો દસ્તાવેજ સુપરત કર્યો. એ સમાચારો ધીમે-ધીમે જૂનાગઢવાસીઓને મળવા લાગ્યા. નિલમ બુચ અને તેમની સાથે બ્રિગેડીયર ગુરૂદયાલસિંઘ, કેપ્ટન બાલમસિંઘ અને આરઝી હકુમતનાં સેનાનીઓનો કાફલો ઉપરકોટ તરફ હંકાર્યો હતો. તેની પાછળ ભારતીય લશ્કરની ટેંકો પણ હતી. ટેંકોનો આખો રસાલો એમ.જી.રોડ પરથી પસાર થયો. લોકોને જેમ જેમ જાણ થતી ગઇ તેમ તેમ એ રસાલામાં જોડાવા લાગ્યાં હતાં. કાળવાચોક પાસેથી આખા રસાલાએ જવાહરરોડ થઇ ગેબનશાહ રોડ પરથી ઉપરકોટમાં પ્રવેશ કર્યો હતો. જયાં ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો.
ખાત મુહૂર્તનાં 22 વર્ષ પછી આરઝી વિજય સ્થંભ ન બન્યો
જૂનાગઢ દેશને આઝાદી મળ્યાનાં લગભગ અઢી મહિના પછી આઝાદ થયું હતું. જૂનાગઢ આઝાદ થયાં પછી પણ મહિનાઓ પછી જૂનાગઢમાં ભારત કે પાકિસ્તાનની પસંદગી માટે ચૂંટણી યોજાઇ હતી. પણ ત્યાર પછી આજ સુધી આરઝી હકૂમતે જૂનાગઢને મુકત કરાવ્યાંની યાદગીરીરૂપ એકપણ સ્મારકનું નિર્માણ જૂનાગઢ ખાતે નથી થયું. છેક 1997માં બહાઉદીન કોલેજનાં ગ્રાઉન્ડમાં વિજય સ્થંભ બનાવવા માટે ખાતમુહૂર્ત કરાયું હતું. જોકે આ વિજય સ્થંભ પણ હજુ બન્યો નથી.
X
ઉપરકોટની રાંગ ઉપર શામળદાસ ગાંધીએ તિરંગો ફરકાવ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓ હાજર રહ્યા હતા.ઉપરકોટની રાંગ ઉપર શામળદાસ ગાંધીએ તિરંગો ફરકાવ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓ હાજર રહ્યા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી