ગુજરાત / પ્રથમ વખત ચોટીલા, ઓસમ, ઇડર, પાવાગઢ, શેત્રુંજય પર્વત પર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

For the first time, climbing competition will be held at Chotila, Idar, Pavagadh, Shatrunjaya Mountains
For the first time, climbing competition will be held at Chotila, Idar, Pavagadh, Shatrunjaya Mountains

  • 49 વર્ષથી યોજાતી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા પહેલી વખત જૂનાગઢ બહાર 5 જિલ્લામાં યોજાશે
  • પગથિયાં ચઢી અને ઉતરવાની એક માત્ર સ્પર્ધા હાલમાં ગિરનાર પર્વત પર યોજાય છે
  • ચોટીલા અને ઓસમનાં પર્વત ઉપર ઓછા પગથિયા હોવાનાં કારણે માત્ર જુનિયર સ્પર્ધકો જ ભાગ લઇ શકશે
  • નેશનલ લેવલની સ્પર્ધા ગિરનાર પર જ યોજાશે

Divyabhaskar.com

Dec 03, 2019, 12:30 PM IST
જૂનાગઢ: અતિ કઠિન ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા જાન્યુઆરીમાં યોજાશે. આ સ્પર્ધાનો પ્રારંભ 49 વર્ષ પહેલાં 1971માં થયો હતો.
જાન્યુઆરીમાં યોજાનાર સ્પર્ધા 49મી સ્પર્ધા હશે. 49 વર્ષે ગિરનાર સ્પર્ધાનું વિભાજન થયું છે. રાજ્યનાં રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, પંચમહાલ,સાબરકાંઠા જિલ્લામાં યોજાશે. આ જિલ્લામાં આવેલા ચોટીલા, ઓસમ, પાવાગઢ, ઇડર અને શેત્રુંજય પર્વત ઉપર પગથિયા ચડીને ઉતરવાની સ્પર્ધા થશે. રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ સ્પર્ધા યોજવામાં આવશે.
હાલ તેનાં ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જૂનાગઢનાં ગિરનારમાં યોજાતી સ્પર્ધાની જેમ જ અન્ય સ્થળે પણ સ્પર્ધા યોજાશે. જોકે ચોટીલા અને ઓસમનાં પર્વત ઉપર ઓછા પગથિયા હોવાનાં કારણે માત્ર જુનિયર સ્પર્ધકો જ ભાગ લઇ શકશે. જૂનાગઢમાં યોજાતી સ્પર્ધામાં આવતા સ્પર્ધકોને વાહન ભાડું આપવામાં આવતું નથી,જેના કારણે પોતાનાં નજીકનાં વિસ્તારમાં જ સ્પર્ધામાં ભાગ લઇ શકશે, સ્પર્ધકોની સંખ્યા વધવાની શક્યતા છે.
5 જિલ્લાના અધિકારીને આયોજન અંગેની તમામ તાલીમ અપાઇ
આરોહણ-અવરોહણ સ્પર્ધાને લઇ જૂનાગઢ જિલ્લા રમત -ગમત અધિકારી વિશાલ દિહોરા દ્વારા પાંચ જિલ્લાનાં સંબંધિત અધિકારીને તાલીમ આપવામાં આવી છે. જૂનાગઢમાં કેવી રીતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે,તેની માહિતી પણ આપવામાં આવી છે. જાહેરનામ, સ્પર્ધકો માટે સુવિધા, અામંત્રણ કાર્ડ, આરોગ્ય ટીમ, પોલીસ બંદોબસ્ત, ચેસ નંબર, રીપોર્ટીંગ,શિક્ષકોની જરૂરીયાત સહિતની વિગતો અન્ય જિલ્લાનાં અધિકારીઓને આપવામાં આવી છે.
સ્પર્ધકો રાજ્યના કોઇ પણ જિલ્લામાં ભાગ લઇ શકશે
આ વર્ષે આરોહણ-અવરોહણ સ્પર્ધા રાજ્યના 6 જિલ્લામાં યોજાનાર છે. જેને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ત્યારે રાજ્યભરમાંથી કોઇ પણ સ્પર્ધક 6 જિલ્લાના કોઇ પણ પર્વતની આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. જો કે, એક સ્પર્ધક બે વાર ભાગ લઇ શકશે નહી.-હિતેશ દિહોરા, યુવા વિકાસ અધિકારી, જૂનાગઢ
કયા પર્વત પર કઈ સ્પર્ધાનું આયોજન
જિલ્લા પર્વત સ્પર્ધા
રાજકોટ ઓસમ જુનીયર
સુરેન્દ્રનગર ચોટીલા જુનીયર
પંચમહાલ પાવાગઢ જુ.સી.બન્ને
સાબરકાંઠા ઇડર જુ.સી.બન્ને
ભાવનગર શેત્રુંજય જુ.સી.બન્ને
જૂનાગઢ ગિરનાર જુ.સી.બન્ને
X
For the first time, climbing competition will be held at Chotila, Idar, Pavagadh, Shatrunjaya Mountains
For the first time, climbing competition will be held at Chotila, Idar, Pavagadh, Shatrunjaya Mountains

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી