જૂનાગઢમાં હવાઈ સેવા શરૂ કરવા મંજૂરી મંગાઇ 

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જૂનાગઢ: જૂનાગઢમાં ફરી હેલીકોપ્ટર સેવા શરૂ કરવા માટે અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રવાસીઓને આકર્ષવા ખાનગી વિમાની કંપની મેદાનમાં આવી છે. ત્યારે હવે શું થાય છે તે જોવું રહ્યું.  

ટૂંક સમયમાં જ આ સેવાનું બાળમરણ થયું હતું
આ અંગે મળતી વિગત મુજબ એક ખાનગી વિમાની કંપનીએ જૂનાગઢમાં હેલીકોપ્ટર સેવા શરૂ કરવા માટે ઇચ્છા દર્શાવી છે. આ માટેની માંગણી કરતી અરજી જિલ્લા કલેકટરને કરી છે. ત્યારે હવે શું નિર્ણય આવે છે તેના પર સૌની મિટ મંડાઇ રહી છે. વર્ષ 2006માં પણ હેલીકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી હતી જોકે, ટૂંક સમયમાં જ આ સેવાનું બાળમરણ થયું હતું. હાલમાં ફરી અરજી આવી છે ત્યારે તે પાસ થાય છે કે કેમ ? અને પાસ થયા પછી પણ તેને પ્રવાસીનો કેવો પ્રતિસાદ મળે છે જોવું રહ્યું. વળી, રોપ - વે શરૂ થયા બાદ હેલીકોપ્ટર જેવી મોંઘી હવાઇ સેવાનો કેટલા પ્રવાસીઓ લાભ લેશે તે પણ જોવું રહ્યું. ટૂંકમાં બધુ સમુસુતરૂ ઉતરે તો જૂનાગઢમાં ફરી હેલીકોપ્ટર સેવા શરૂ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...