તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પિતરાઇ ભાઇ-બહેને ઝેરી દવા પીધી, યુવકે કહ્યું મારો સાળો મને મારી નાંખવા માંગે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીએ મરતા પહેલા જણાવ્યું હતું કે, અમે ભાઇ-બહેન છીએ અને હિરેન ટાંક અમને હેરાન કરે છે
  • આજ મારી બહેન માટે થઇને હું મરવા જાવ છું: દવા પીતા પહેલા યુવકે વીડિયો બનાવ્યો

કેશોદ: કેશોદના ત્રાંગળશા પીરની દરગાહ નજીક પિતરાઇ ભાઇ-બેહેને ઝેરી દવા પી લેતા સારવાર માટે બંનેને જૂનાગઢ હોસ્પિટલે 108 મારફત ખસેડાયા છે. હાલ કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે. યુવકનું નામ પિયુષ (ઉ.23) અને યુવતીનું નામ શિલ્પા હોવાનું જાણવા મળ્યું છે.યુવકે દવા પીધી ત્યારે તેના મોઢામાંથી ફીણ નીકળતા હતા અને કહી રહ્યો હતો કે હું માંગરોળથી આવું છું અને મને બિવરાવે છે મારો સાળો. મારી બહેન સાથે અફેર હોવાનું કહી મારી સગાઈ તોડાવી નાખી મને મારી નાખવા માંગે છે. પાછળ મારી બહેન છે તેને બચાવી લ્યો.

યુવકે દવા પીતા પહેલા વીડિયો બનાવ્યા 
યુવકે દવા પીતા પહેલા ચાલુ બાઇકમાં વીડિયો બનાવ્યો હતો. જેમાં તે બોલી રહ્યો હતો કે, મારો કંઇ વાંક નથી, મેં કંઇ કર્યું નથી. આજ મારી બહેન માટે થઇને હું મરવા જાવ છું. આ મારો છેલ્લો વીડિયો બધાની યાદગીરી રહેશે. પણ સમાજનો નિયમ છે અતિશય લાગણી થાય એટલે માણસને મરવું જરૂરી છે. બધા લાગણીશીલ થઇ ગયા છે. હવે મારો સમય આવી ગયો છે. જ્યારે યુવતીએ મરતા પહેલા જણાવ્યું હતું કે, અમે ભાઇ-બહેન છીએ અને હિરેન ટાંક અમને હેરાન કરે છે.

(પ્રવીણ કરંગીયા, કેશોદ)

અન્ય સમાચારો પણ છે...