જૂનાગઢ / વારંવારના ઝઘડાથી કંટાળી ઉત્તરાયણના દિવસે જ દંપતીનો આપઘાત, પત્નીએ ગળેફાંસો ખાધો, પતિએ ઝેરી દવા પીધી

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા

Divyabhaskar.com

Jan 15, 2020, 11:42 AM IST

જૂનાગઢ: માળીયાહાટીના તાલુકાના ચુલડી ગામે વણકરવાસમાં રહેતા દિલીપભાઇ પુંજાભાઇ રાઠોડ (ઉ.વ.45) અને તેના પત્ની મીનાબેન (ઉ.વ.40)ને અવાર-નવાર ઝઘડા થતા હતા. આથી બંનેએ આખરે કંટાળી આપઘાત કરી લીધો હતો. દિલીપભાઇએ ઝેરી દવા પીધી અને મીનાબેને ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી.

પહેલા પત્નીએ અને બાદમાં પતિએ આપઘાત કર્યો

વારંવારના ઝઘડાથી કંટાળી જઇ ગઇકાલે મકરસંક્રાંતની રાતના 9.30 વાગ્યાની આસપાસ મીનાબેને પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પત્ની પાછળ પતિ દિલીપભાઇએ પણ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આમ ઉત્તરાયણના પર્વે જ દંપતીએ આપઘાત કરી લેતા નાના એવા ચુલડી ગામમાં ગમગીની પ્રસરી ગઇ હતી. મૃતક દિલીપભાઇ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ અંગેની જાણ માળીયાહાટીના પોલીસ સ્ટેશનને થતા સ્ટાફ દોડી જઇને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હતી.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી