તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેસનાં ટેન્કર બાદ હવે સિમેન્ટનાં ટેન્કરમાં 20 લાખનો દારૂ ઘૂસાડ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેન્કરમાં છુપાવીને લઈ જવાતા દારૂનાં જથ્થો પકડાયો. - Divya Bhaskar
ટેન્કરમાં છુપાવીને લઈ જવાતા દારૂનાં જથ્થો પકડાયો.
  • જૂનાગઢમાં દારૂ ભરેલ ટેન્કરને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી લીધું
  • વિજાપુરમાંથી વિદેશી દારૂ સાથે 3 રાજસ્થાની શખસો ઝડપાયા

જૂનાગઢ: રાજસ્થાનથી મોટા પ્રમાણમાં જૂનાગઢ દારૂ આવતો હોવાનું સામે આવી રહ્યું છે. થોડા સમય પહેલા જ શહેરના જીઆઇડીસી વિસ્તારમાંથી દારૂ ભરેલા ગેસના ટેન્કરને ઝડપી લીધું હતું. ત્યારે ફરી એક વખત વિજાપુર ગામના ચોકમાં પડેલ સિમેન્ટના ટેન્કરમાંથી 20.94 લાખ રૂપિયાનો દારૂ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ ઝડપી લઇ ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. જ્યારે દારૂ મોકલનાર સહિત કુલ 5ના નામ પણ ખુલ્યા છે.
રાજસ્થાનથી સિમેન્ટના ટેન્કરમાં વિદેશી દારૂ ભરી જૂનાગઢના વિજાપુર ગામે આવ્યો હોવાની ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હોવાથી દરોડો પાડતા વિજાપુરમાં સિમેન્ટનું ટેન્કર પડ્યું  હતું. જેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. આની જાણ થતા જૂનાગઢ પોલીસે માંગીલાલ બિશ્ર્નોઇ, અશોક પવાર અને નિમેષ ચૌહાણને ઝડપી લીધા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો