તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊના તાલુકાની લોકસભાની મતદાર યાદીમાં અનેક ક્ષતિઓ મહીલા સરપંચનું નામ કમી થયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પુત્રીનું નામ કમી કરવા અરજી કરી તો માતાનું નામ કમી થઇ ગયું

ઊના: 23 એપ્રિલના દિવસે લોકસભાની ચુંટણીનું મતદાન હોય અને લોકસભાની ચુંટણી પૂર્વ મતદાર યાદી બહાર પાડવામાં આવી હોય જેમાં ઉના તાલુકાના ગરાળ ગામના મહીલા સરપંચ મોંધીબેન રામશીભાઇ સોલંકીનું નામ કમી થઇ ગયેલ છે. જ્યારે આ સમગ્ર બાબતની તપાસ કરવામાં આવતા થોડા સમય પહેલા મહીલા સરપંચ મોંધીબેનની પુત્રીનું નામ કમી કરવા માટેની અરજી આપવામાં આવી હતી,

પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મહીલા સરપંચની પુત્રીના નામ સાથે મોંધીબેનનું નામ પણ કમી કરી નાખ્યું છે. તેવી જ રીતે તાલુકાના દૂધાળા ગામના મતદારોના નામ કમી થયા હોવાનું જાણવા મળી રહ્યુ છે. 

અમે ગામ લોકોને મત આપવાનું કહીએ છીએ અને અમારૂ નામ કમી કરી નાખવામાં આવ્યું- મનુભાઇ સોલંકી

આ અંગે ગરાળ ગામના મહીલા સરપંચના પુત્ર મનુભાઇ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગામના સરપંચ મતદારોને મત આપવા જવાનુ કહે છે અને સરપંચનું નામ જ મતદારયાદી માંથી કમી કરી નાખવામાં આવ્યું. આ અંગે જવાબદાર અધિકારી સાથે વાત કરેલ છે અને મતદારયાદીમાં નામનો સમાવેશ થશે તેવું તંત્રએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...