તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલાલા પંથકમાં ધરા ધ્રૂજી સિસ્મોગ્રાફીયંત્રમાં નોંધ ન થઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે હળવા આંચકા બાદ ફરી ધરા ધ્રૂજી

જુનાગઢ :તાલાલા પંથકમાં ભુકંપનાં હળવા - ભારે આંચકા આવવાનો ક્રમ યથાવત રહેતો હોય સોમવારે તાલાલા પંથકમાં ત્રણ ભુકંપનાં હળવા આંચકા આવેલ. જયારે આજે બપોરે આવેલ તીવ્ર આંચકાથી ધરા ધ્રુજી ઉઠી હતી. પરંતુ ભુકંપની નોંધ સીસ્મોગ્રાફી યંત્રમાં નોંધ થઇ નહોતી. તાલાલા ઉપરાંત બોરવાવ- ધાવામાં પણ ભુકંપ અનુભવાયો હતો. 
તાલાલા પંથકમાં સોમવારે સવારે 10 : 19 કલાકે  1.7, બપોરે 1:55 કલાકે 1.8  અને સાંજે 4 : 23 કલાકે 1.3ની તીવ્રતાનાં ત્રણ હળવા આંચકાથી ધરા ધ્રુજતી રહેલ. જયારે આજે બપોરે સાડા ચાર વાગ્યાનાં સુમારે તાલાલા પંથકમાં ધડાકાભેર ધરા ધ્રુજી હતી. લોકોએ ધરા ધ્રુજી હોવાની અનુભુતી કરેલ.

આ અંગે ગાંધીનગર ડેટા સેન્ટરનો સંપર્ક કરતા ડેટા સેન્ટરમાં આાજનાં ભુકંપની કોઇ નોંધ થઇ ન હોવાનું જણાવેલ. તાલાલા ઉપરાંત તાલુકાનાં બોરવાવ - ધાવા સહિતનાં ગામોમાં ભુકંપની અસર અનુભવાઇ હતી. આકરી ગરમી વચ્ચે તાલાલા પંથકમાં ભુકંપનાં હળવા - આંચકાથી ધરા ધ્રુજતી રહેતા લોકોમાં ડર પ્રસરી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...