તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં ધો.10 ભણેલો યુવાન ત્રણ માસથી છાપતો હતો ચલણી નોટ, 2 ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજુલાનાં યુવાનને 30 હજાર રૂપિયામાં એક લાખ આપ્યા હતા
  • 2 હજારનાં દરની 53,500નાં દરની 97,200નાં દરની 212,100નાં દરની 214,50નાં દરની 6, 10નાં દરની 2 નોટ મળી આવી
  • કલર પ્રિન્ટીંગમાં આબેહુબ ચલણી નોટોની પ્રિન્ટ કાઢી પ્રથમ જૂનાગઢની બજારમાં વટાવી હતી
  • માત્ર 1 રૂપિયાનાં ખર્ચમાં છપાતી હતી રૂ. 2 હજારની નકલી નોટ

અમરેલી: સરકાર દ્વારા જે નવી ચલણી નોટો અમલમાં મુકાઇ છે તેની આબેહુબ નકલ કરી બનાવટી નોટો ચલણમાં ઘુસાડવાના કૌભાંડનો અમરેલી એલસીબીએ પર્દાફાશ કરી જુનાગઢના બે શખ્સોને ધારીમાંથી કારમાં રૂા. 2.21 લાખની બનાવટી નોટો સાથે ઝડપી લીધા હતાં. આ શખ્સોએ અગાઉ પણ જુનાગઢના યુવાનને ડુબ્લીકેટ નોટ આપી હતી અને બીજી વખત આપવા જતા ઝડપાઇ ગયા હતાં. પોલીસે કલર પ્રિન્ટર, કાગળો વિગેરે વસ્તુઓ કબજે લીધી છે. 


 

ધર્મેન્દ્ર ત્રિવેદી લેપટોપમાં કોઇ નોટની કોપી કરે પછી એક જ નંબરની અનેક નોટો છાપી નાખતો હતો. તેની પાસેથી બે હજારના દરની 78બીયુ682965 નંબરની 52 નોટ મળી હતી. 500ના દરની 5એલએસ847069 નંબરની 92 નોટ મળી હતી, 200ના દરની 6એબી 082662 નંબરની 95 નોટ હતી તથા 100ના દરની 8એજી 632948 નંબરની 159 નોટ મળી હતી. પ્રિન્ટ કરતી વખતે તે એક સાથે જ 100કે તેથી વધુ નોટ છાપી નાખતો હતો. 

નોટ કૌભાંડના મુખ્ય સુત્રધાર ધર્મેન્દ્ર પ્રફુલચંદ્ર ત્રિવેદી (ઉ.વ. 31)એ પ્રેમલગ્ન કર્યા છે. તેમની સામેના મકાનમાં રહેતા વિક્રમસિંહ કેશરસિંહ પવાર (ઉ.વ. 21)એ પણ પ્રેમલગ્ન કર્યા હતાં. જેથી બન્ને વચ્ચે દોસ્તિ જામી ગઇ હતી. 

પોલીસની પ્રાથમિક પુછપરછમાં એવી વિગત ખુલી હતી કે ધર્મેન્દ્ર ત્રિવેદી છેલ્લા ત્રણેક માસથી બનાવટી નોટ છાપી રહ્યો હતો. શરૂઆતમાં 100 અને 200ના દરની બનાવટી નોટો છાપતો હતો. વિક્રમસિંહ પવાર સાથે ભાઇબંધી થતા તેને પણ આ નેટવર્કમાં જોડ્યો હતો.

જુનાગઢમાં વિશ્વકર્મા સોસાયટીમાં ધર્મેન્દ્ર ત્રિવેદી ઘરમાં જ નોટો છાપતો હતો. કલર પ્રિન્ટર તથા ઝેરોક્ષના કાગળોના બંડલની મદદથી તેણે આ નોટો છાપી હતી. 200 અને 100ના દરની તેણે આબેહુબ કલર કોપી કરી હતી. જો કે 500 અને બે હજારની નોટમાં ઓળખવો મુશ્કેલ થાય તેવો પણ થોડો ફરક રહેતો હતો.

બન્નેએ પોલીસને જણાવ્યુ હતું કે જુનાગઢની બજારોમાં તેમણે રૂા. 100 કે 200ના દરની નોટો મોટી સંખ્યામાં વટાવી હતી અને એ દરમિયાન વેપારીઓએ તેમની નોટો ક્યારેય ચેક પણ કરી ન હતી.

ગત પહેલી તારીખે અમરેલી એસબીઆઇની એડીબી શાખામાં ચિરાગ રમેશ મકવાણા, તેના પિતા રમેશ મકવાણા સહિત ત્રણ શખ્સો રૂા. 2000ના દરની 11 બનાવટી નોટો ભરણામાં જમા કરાવવા જતી વખતે ઝડપાયા હતાં. 

અન્ય સમાચારો પણ છે...